<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 30th July 2024

૨૦૨૨ના સમાધાનના વચન પાલન માટે ફરી સરકાર સામે લડતનું એલાન!

રાજ્‍ય પ્રા. શિક્ષક સંઘ પ્રમુખનું ચોટીલામાં સન્‍માન

 

 ચોટીલા તા. ૩૦ : ચામુંડાધામ ચોટીલા મુકામે ગુજરાત રાજ્‍યપ્રાથમિક શિક્ષક સંઘ પ્રમુખનાં સન્‍માન સમારોહમાં જુની પેન્‍શન યોજનામાં તમામ શિક્ષકોના સમાવેશ સહિત પડતર પ્રશ્‍નો તેમજ ૨૦૨૨ ની લડતમાં થયેલ સમાધાનના વચનોના પાલન માટે સરકાર સામે ફરી બાયો ચડાવી લડત કરવાનું એલાન કરવામાં આવેલ હતું

 ગુજરાત રાજ્‍ય પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ તરીકે સતત ચોથી વખત વિજેતા થયેલા દિગ્‍વિજયસિંહજી જાડેજા તેમજ રાજ્‍યના હોદ્દેદાર ડૉ.દીપેન્‍દ્રભાઈ ધાધલના ચોટીલા ખાતે યોજાયેલા સન્‍માન સમારોહમાં જિલ્લામાંથી મોટી સંખ્‍યામાં સારસ્‍વત ભાઈઓ બહેનો ઉપસ્‍થિત રહ્યા હતા.

        જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના આગેવાનો દ્વારા શિક્ષકોના પડતર પ્રશ્‍નોની માગણી કરી તમામ શિક્ષકોને જુની પેન્‍શન યોજના માં સમાવેશ કરવામાં આવે,બદલી પામેલ શિક્ષકોને ૧૦૦% છુટ્ટા કરવા,જે શિક્ષક મિત્રો ccc પરીક્ષા પાસ કરેલી છે તેમને ન્‍યાય આપવા,તાલુકા અને જિલ્લા બદલી કેમ્‍પ કરવા તેમજ કાયમી શિક્ષકોની ભરતી કરવા માટે સરકારને રજૂઆત કરવા તેમજ શિક્ષકો પાસેથી શિક્ષણ અને રાષ્‍ટ્રીય હિત સિવાયની જે કામગીરી કરાવવામાં આવે છે તેમાંથી મુક્‍તિ આપવા, ઓનલાઇન હાજરી પુરાવવામાં આવે છે તે નો કોઈ જ અર્થ નથી જેથી તે બંધ કરવા

        ઓપીએસ બાબતે સરકાર દ્વારા સપ્‍ટેમ્‍બર ૨૦૨૨ માં થયેલ સમાધાનમાં જે વચન આપેલ છે તેનું પાલન કરાવવા આગામી સપ્‍ટેમ્‍બરમાં રાજ્‍ય પ્રાથમિક શિક્ષણ સંઘ દ્વારા જલદ કાર્યક્રમો આપવામાં આવશે. સુરેદ્રનગર જિલ્લા પ્રા.શિ. સંઘ પ્રમુખ દેવાભાઇ સભાડ, મહામંત્ર ગંભીરસિંહ બોરાણા,પૂર્વ પ્રમુખ જીલુભાઈ ધાધલ તાલુકાના પ્રમુખ ઘનશ્‍યામભાઈ મેણીયા, તમામ તાલુકાના પ્રમુખ, મંત્રીઓ, તાલુકા ઘટક સંઘના હોદ્દેદારો, તેમજ જિલ્લા પ્રા.શિ. સંઘના તમામ હોદ્દેદારો સાથે  શિક્ષક પરિવારજનો બહોળી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહ્યા હતા.

(11:01 AM IST)