News of Tuesday, 30th July 2024
૧૨ કલાકની નોકરી કરી આવેલ ડ્રાઈવરને ફરી નોકરી આપતા ચાલુ બસે ઝોકુ આવી જતા અક્સ્માત
બગસરા એસ ટી ડેપોની બેદરકારી : મહિલાએ જીવ ગૂમાવ્યો

(સમીર વિરાણી દ્વારા) બગસરા તા.૩૦ : ગઈ કાલની ઘટના પ્રમાણે બગસરા થી રાજકોટ જતી બસ દ્વારા એક મહિલાને ઠોકર લગતા બીજી તરફ ફેંકાઈ જતા સામેથી આવતી બસ રાજકોટ દીવની ઠોકરે આવતા મહિલાનું મોત નિપજ્યું હતુ.
બગસરા એસ ટી ડેપોના જે ડ્રાઈવરને બગસરાથી રાજકોટ રૂટની બસમાં મોકલવામાં આવેલ હતો તે ડ્રાઈવર હજુ તો ૧૨ કલાકની નોકરી કરીને ઉતરિયો હતો કે તરતજ અન્ય નોકરી સોંપી દેવામાં આવેલી હતી. જેના હિસાબે આ ડ્રાઈવર નીંદર પૂરીના થયેલ હોવાથી રસ્તામાં જોકુ આવી જતા અક્સ્માત સર્જાયો હતો.
આ ડ્રાઈવર હજુ તો વહેલી સવારે ૫ કલાકે સુરત થી બગસરા બસ લઈને પહોંચેલ હતો કે આ જ ડ્રાઈવરને ૫.૩૦ એ ઉપડતી બગસરા થી રાજકોટ બસમાં ડ્રાઈવર દ્વારા કહેવાથી તેની ઓવર ટાઇમની નોકરી લખી નાખી હતી. તો આ ડ્રાઈવરને અસહ્ય થાક લાગેલ હોવાથી બગસરા થી ઉપાડતા કોઠારીયા પાસે એક મહિલા ડીવાયડર ઉપર ઊભેલી હતી જ્યારે ડ્રાયવરને જોકું આવી જતા ઠોકર મારી હતી ત્યારે આ મહિલા બીજી તરફ આવતી રાજકોટ સોમનાથ દીવ બસમાં પટકાતા આ મહિલાનું મોત નિપજ્યું હતું. જ્યારે કોઈ પણ ડ્રાઈવર ૧૨ કલાકની નોકરી કરીને આવે ત્યાર બાદ તેને ઓછામાં ઓછો ૮ કલાકનો રેસ્ટ આપવો પડે પરંતુ અણઘણ વહીવટના લીધે ફરી પાછી નોકરી સોંપાઈ હતી.
જ્યારે આ બાબતે ડેપો મેનેજરને પૂછતા તેમણે જણાવ્યું કે આ ડ્રાઈવર દ્વારા મારી પાસે ફરી નોકરી માગવામાં આવેલ હતી એટલે અમોએ નોકરી સોંપી હતી.
પરંતુ આવી રીતે જો આવી રીતે નોકરી સોંપવામાં આવે તો એસટી અમારી સલામત સવારીનું સરકારનું સૂત્ર ઉપર પાણી ફરી વળે છે. જો આવી જ રીતે ડ્રાઈવરો દ્વારા ઓવર ટાઇમ માટે કહેવાથી નોકરી આપવામાં આવે તો બસ માં બેઠેલા ૫૦ થી ૬૦ જેટલા મુસાફરોની જવાબદારી કોની આવા અનેક સવાલો લોકોમાં ઉઠી રહ્યાં છે.
(11:03 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
