News of Tuesday, 30th July 2024
કોડીનારઃ આઠ વર્ષની બાળા ઉપર દુષ્કર્મ આચરી હત્યા કરનાર નરાધમને ફાંસીની સજા
આરોપી શામજી ભીખા સોલંકીએ ૮ વર્ષની બાળા ઉપર દુષ્કર્મ આચરી હત્યા કરી લાશને તળાવમાં નાખી દીધી હતીઃ બે વર્ષે પૂર્વે બનેલ આ ઘટનાના ગાંધીનગર સુધી પડઘા પડયા હતાઃ પીડીત બાળકીના પરિવારને ૧૭ લાખની સરકારી સહાય આપવા આદેશઃ સરકારી વકીલ કેતનસિંહ વાળાની સફળ રજુઆતઃ કોડીનારના એડી. સેસ.જજ એસ.આઇ ભોરાણીયાએ આપેલ ચુકાદો

કોડીનાર,તા. ૩૦: કોડીનાર તાલુકાના જંત્રાખડી ગામે આજથી બે વર્ષ પહેલા ૧૨/૦૬/૨૦૨૨નાં રોજ આઠ વર્ષની સગીર બાળા ઉપર તેજ ગામના શામજી ભીખા સોલંકી દુષ્કર્મ આચરી બાળા ની હત્યા કર્યા ના ઘટનાનો કેસ આજે કોડીનાર એડિશનલ સેશન્સ કોર્ટમાં ચાલી જતા કોર્ટના ન્યાયાધીશ એસ.આઇ.ભોરાણીયા એ બનાવની ગંભીરતાને ધ્યાનમાં લઇ સમાજમાં આવા બનાવો બનતા અટકે તે માટેની નોંધ લઈને આરોપીને ફાંસીની સજા ફરમાવતો ચુકાદો આપ્યો છે.
ગીર સોમનાથના ઇતિહાસમાં પ્રથમ વખત જ કોઈ આરોપીને ફાંસીની સજાનો ચુકાદો આપ્યો છે તેમ જ ભોગ બનનાર સગીરાના પરિવારને સરકારની યોજના હેઠળ સરકાર દ્વારા રૂપિયા ૧૭ લાખ ચૂકવવાનો પણ આદેશ કરાયો છે
બનાવની વિગત એવી છે કે ગત તારીખ ૧૨- ૬- ૨૨ ના રોજ જંત્રાખડી ગામની આઠ વર્ષની સગીરાને તે જ ગામના શામજી ભીમા સોલંકી નામના શખ્સે બીડી બાકસ લેવા મોકલીને પછી તેના ઉપર દુષ્કળત્ય કરી તેની હત્યા કરી નાખી હતી બાદ તેની લાશ ગામની સીમમા આવેલ ૬૬.કેવી સબ સ્ટેશન પાસેના તળાવમાં નાખી દીધી હતી જ્યાંથી સગીરાનો મળતદેહ મળી આવતા ગામના યુવાને તેના પર કરેલા કળત્યથી ચારે તરફ ફિટકાર વર્ષ્યો હતો. પોલીસે મળતકના પરિવારજનો ફરિયાદ આધારે કલમ- ૩૦૨,૩૭૬(૨)(જે), ૩૭૬(૨)(એમ), ૩૭૬(એ.બી.), ૩૭૬ (એ). તથા પોકસો એકટ કલમ-૪.૬. ૧૦ મુજબની ગુનો નોંધીને આરોપીને તરત જ ઝડપી લીધો હતો.
આ ગુના ની ગંભીરતા સમજી તાત્કાલીક પોલીસ મહાનિરીક્ષક જુનાગઢ રેન્જ નાઓના માર્ગદર્શન હેઠળ તપાસના કામે સીટની રચના કરી જેના અધ્યક્ષ સ્થાને પોલીસ અધિક્ષક ગીર સોમનાથ મનોહરસિંહ જાડેજા તથા સુપરવિઝન અધિકારી તરીકે મદદનીશ પોલીસ અધિક્ષક વેરાવળ વિભાગ ના ઓમપ્રકાશ જાંટ તથા પોલીસ ઇન્સપેકટર એ .એમ મકવાણા અને સંદીપસિંહ ચુડાસમા સહિત અધિકારીઓની ટીમ બનાવી તાત્કાલીક આરોપીને પકડી પાડી. ભોગબનનાર /મરણજનારનુ જામનગર ખાતે ફોરેન્સીક પી.એમ.પેનલ ડોકટરથી કરાવી જરૂરી મેડીકલ સેમ્પલો/કપડા કબજે કરવામા આવેલ. આરોપીના જરૂરી મેડીકલ સેમ્પલો/કપડા/ મોબાઇલ વિગેરે કબજે કરી તાત્કાલીક એફ.એસ.એલ.ગાંધીનગર ખાતે જરૂરી પરીક્ષણ કરાવી સત્વરે પરીક્ષણનો અહેવાલ મેળવી મરણજનારનુ મોત અંગે મેડીકલ ઓફીસર પાસે તાત્કાલીક ફાઇનલ કોઝ ઓફ ડેથ સર્ટી મેળવી. વધુમા તપાસ દરમ્યાન એક રીકન્ટ્રકશન પંચનામુ, બે ડીસકવરી પંચનામા તથા ક્રાઇમસીનનુ પંચનામુ કરી જરૂરી તમામ પુરાવા મેળવવાની કામગીરી કરવામા આવેલ.
આ ગુનાના કામે સ્પેશ્યલ સરકારી વકીલની નીમણુક સારૂ પણ દરખાસ્ત કરવામા આવેલ તેમજ સીટ દ્રારા પુરતા વૈજ્ઞાનીક પુરાવા તેમજ સી.આર.પી.સી.કલમ-૧૬૪ મુજબના કુલ-૦૬ નિવેદ નો તેમજ અન્ય સાહેદો મળી કુલ-૮૦ સાહેદો/પંચો સાથે આરોપી વિરૂધ્ધ કુલ-૨૫૦ પાનાનુ ચાર્જશીટ તૈયાર કરી તા.૦૮/૦૭/૨૦૨૨ના રોજ માત્ર ૨૫ દિવસમા નામદાર કોર્ટમાં સબમીટ કર્યા હતા. આ હીચકારા આ બનાવને ધ્યાને લઈ કોડીનાર વકીલ મંડળ દ્વારા પણ આરોપી તરફે નો કોઈ કેસ નહીં લડવા પણ નિર્ણય લેવાયો હતો જ્યારે કોડીનારના એડવોકેટ કે.સી.ઉપાધ્યાએ મળતકના પરિવારને પૂરતો ન્યાય મળે તે માટે વિનામૂલ્યે કેસ લડવાની પણ જાહેરાત કરી હતી અને આજે બે વર્ષ પછી કોડીનારના એડિશનલ સેશન્સ કોર્ટના જજ ભોરાણીયાએ બનાવ અંગે કુલ-૫૫ દસ્તાવેજી પુરાવા સાથે જિલ્લા સરકારી વકીલ કેતનસીંહ વાળા ની ધારદાર દલીલ આધારે આજરોજ આરોપીને નામદાર સેશન્સ કોર્ટ કોડીનારએ આરોપી શામજી ભીખા સોલંકી ને દોષીત ઠેરવી આરોપીને ૩૦૨ ના ગુનામાં ફાંસીની સજા તેમજ ૨૫૦૦૦- દંડ અને ૩૭૬ સહિત ની વિવિધ કલમો હેઠળ આજીવન સજા ફરમાવતો ચુકાદો આપ્યો હતો અને સાથો સાથ પીડિત પરિવાર ને વળતર પેટે ૧૭ લાખ ચૂકવવા નો હુકમ કર્યો હતો આ ચુકાદા માં આરોપીને ફાંસીની સજા મળતા ભોગ બનનારના પરિવારએ ન્યાય મળ્યાનો સંતોષ વ્યક્ત કર્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે આરોપીને સજા જાહેર થયા બાદ પીડિત પરિવારના લોકો તેમજ જ્ઞાતિબંધુઓ સાથે ગુજરાતના ગળહ મંત્રી હર્ષ સંઘવીએ પીડિત પરિવાર સાથે ટેલીફોનીક વાત કરીને સાંત્વના આપી હતી બે વર્ષ પૂર્વેની ઘટનામાં સરકારમાં છે પોલીસ તંત્ર માટે અને ન્યાય પ્રણાલી ઉપર વિશ્વાસ રાખી અને ધીરજ રાખવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો.
(11:40 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
