<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 30th July 2024

અમરેલી જિલ્લામાં યમરાજાએ ડેરા તંબુ તાણ્‍યા હોય તેમ કમોતના વધુ ૬ બનાવો

કરમદડીમાં સર્પે દંશ મારતા વૃધ્‍ધા, ધારીમાં ઝેરી દવા પી જતા વૃધ્‍ધ, વલારડીમાં પડી જતા પ્રૌઢ, ભમ્‍મરમાં પડી જતા યુવાન, મોટા ઉજળામાં ગળાફાંસો ખાઇ જતા પરિણીતા સા.કુંડલામાં નદીમાં પ્રૌઢનું મોત

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી,તા. ૩૦: અમરેલીજિલ્લામાંયમરાજાએ ડેરા તંબુ તાણ્‍યા હોય તેમ કમોતના વધુ ૫ બનાવો પોલીસ મથકમાં જાહેર થયાં હતાં. જેમાં ધારી તાલુકાના કરમદડી ગામે રહેતી મંજુબેન મંગાભાઈ પાટડીયા ઉ.વ. ૭૫ને પોતાના ઘરે પગથિયા ઉપર પગ મુકવા જતાં સર્પ પગ નીચે કચડાતા જમણા પગે દંશ મારતાં મોત નિપજયાનું પતિ મંગાભાઈ શામજીભાઇ પાટડીયાએ ધારી પોલીસ મથકમાં જાહેર કરેલ છે.

બીજા બનાવમાં ધારી મધુવન સોસાયટી રામેશ્વર નગરમાં રહેતી સરોજબેન મહેશભાઇ અગ્રાવત ઉ.વ.૬૩છેલ્લા ૧૫વર્ષથી બીપીની દવા લેતા હોય અને બીપીનીટિકડીના બદલે ભુલથી ઘંઉમાં નાખવાની ઝેરી દવાનીટિકડી પીજતાં સારવાર દરમિયાન મોત નિપજયાનું પુત્ર સંદિપભાઈ અગ્રાવતે ધારી પોલીસ મથકમાં જાહેર કરેલછે.

વલારડી ગામે બાબુભાઈ બેચરભાઈ કાવઠીયા ઉ.વ.૫૪વાડીએથી ઘરે ચાલીને આવતાંહોય તેદરમિયાન ગામના પાદરમાં બસ સ્‍ટેશન પાસે પહોંચતા ગટરમાં પગ લપસી જતાં પડી જવાથી માથામાં ગંભીર ઇજા થતાં મોત નિપજયાનુંપુત્ર ગૌતમભાઈ બાબુભાઇ કાવઠીયાએ બાબરા પોલીસ મથકમાં જાહેર કરેલ છે.

ચોથા બનાવમાં સાવરકુંડલા તાલુકાના ભમ્‍મર ગામે રહેતાં સંજયગીરી તીરથગીરી ગોસાઈ ઉ.વ.૩૮ વિજપડી ગામે રાજુલા ગામ તરફ જતાં રોડ ઉપર બજરંગ કિરાણા સ્‍ટોરની સામે કેશુભાઈ મેઘજીભાઈ વાળા રહે. ભમ્‍મર વાળાની છકડી રીક્ષા પડેલ હોય તેમાં સામાન ભરતાં હોય અને રીક્ષા બંધ હાલતમાં હોય તેમાં સંજયગીરી બેસેલ હોય અને તેમને એકાએક ચકકર આવતાં રીક્ષામાંથી નીચે પડી જતાં માથામાં ગંભીર ઇજા થતાં દવાખાને ખસેડાતાં સારવાર દરમિયાન મોતનિપજયાનું પિતા તીરથગીરી ઇશ્વરગીરી ગોસાઈએ જાહેર કરેલ છે.

પાંચમાં બનાવમાં વડીયાના મોટા ઉજળા ગામની સીમમાં એમપીના શ્રમિક મહિલા ચિરણી ભુરૂ વાલસિંહ સિંગાડ ઉ.વ. ૨૮એ તેના પિતાને પતિએ એકવર્ષ પહેલા રૂા. ૧૦ હજારની મદદ કરેલ તેમાંથી પ હજાર પરત આપેલ અને બાકીના પાંચ હજાર ઉઘરાણી કરવા પોતે જતાં તેના પિતાને સારૂ નહીં લાગતા ઉશ્‍કેરાઈ કહેલ કે તું મારી દિકરી નથી અને તું મારો જમાઈ નહી હવે પછી મારા ઘરની ડેલીએ પગ મુકતાં નહીં તેવું કહેતાં મરણજનારને લાગી આવતાં ચુંદડીએ ગળાફાંસો ખાઇ જતાં મોત નિપજયાનું પતિ ભુરૂ વાલસિંહ સિંગાડે વડીયા પોલીસ મથકમાં જાહેર કરેલ છે.

છઠ્ઠા બનાવમાં બોઘરયાણી ખોડિયાર મંદિર પાસે સાવરકુંડલા કેવડા પરમાં રહેતાં કાળુભાઈ મંગળદાસ રાઠોડ ઉ.વ.૪૦ છેલ્લા પાંચેક મહિનાથી માનસિક બિમાર હોય અને એકલવાયુ રખતું ભટકતુ જીવન જીવતાં હોય જમને બોઘરયાણીખોડિયાર મંદિર પાસે આવેલ નદીના પાણીમાંથી લાશ મળતાં તેઓપાણીમાં ડુબી જવાથી મોત નિપજયાનું નરસિંહદાસ મંગળદાસ રાઠોડે સાવરકુંડલા રૂરલ પોલીસ મથકમાં જાહેર કરેલ છે.

પાંચ વાહનચાલકો સહિત ૨૫ નસેડીઓ ઝડપાયા

અમરેલી જિલ્લામાં જુદા જુદા સ્‍થળોએથી પાંચ વાહનચાલકો સહિત ૨૫ શખ્‍સોને નશો કરેલ હાલતમાં પોલીસે ઝડપી પાડી જેલની હવા ખવડાવી સરભરા કરી હતી. જેમાં ધારી, મરીન પીપાવાવ, જાફરાબાદ, ચલાલા, સાવરકુંડલા, રાજુલા, સાવરકુંડલા રૂરલ, લાઠી, વંડા, અમરેલી, વડીયા, અમરેલી રૂરલ તથા નાગેશ્રી પોલીસ દ્વારા કાર્યવાહી હાથધરવામાં આવી હતી. જયારે જિલ્લામાં જુદા જુદા આઠ સ્‍થળોએ પોલીસે દેશીદારૂના દરોડાઓ પાડી એક મહિલા સહિત ૫ શખ્‍સોને મુદામાલ સાથે ઝડપી પાડયા હતાં. જેમાં સાવરકુંડલા, મરીન પીપાવાવ, રાજુલા, સાવરકુંડલા રૂરલ, વંડા અને વડીયા પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી હતી.

(11:41 AM IST)