<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 30th July 2024

માળિયાના મોટી બરાર અને મોરબી માર્કેટ યાર્ડમાં રક્‍તદાનઃ વિઠ્ઠલભાઈ રાદડીયાને શ્રધ્‍ધાંજલી અપાઇ

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી,તા.૩૦ : પૂર્વ મંત્રી વિઠ્ઠલભાઈ રાદડિયાની પુણ્‍યતિથિ નિમિત્તે માળિયા તાલુકાના મોટીબરાર ગામે તેમજ મોરબી માર્કેટિંગ યાર્ડમાં યોજાયેલ રક્‍તદાન કેમ્‍પમાં મોરબીના પૂર્વ ધારાસભ્‍ય અને ગુજરાત સરકારના પૂર્વ મંત્રી બ્રિજેશ મેરજાએ ખાસ ઉપસ્‍થિત રહી સહકારી પરિવાર દ્વારા યોજાયેલ આ માનવતાના કાર્યને બિરદાવ્‍યું હતું.

 આ વેળાએ રક્‍તદાતાઓ દ્વારા કરાયેલ રક્‍તદાન અન્‍વયે તેઓને પ્રોત્‍સાહિત કરવામાં આવ્‍યા હતા.  માળિયા તાલુકાના મોટી બરાર ગામે મોડેલ શાળામાં યોજાયેલ આ રક્‍તદાન કેમ્‍પ બ્રિજેશ મેરજાએ ખુલ્લો મુકયો હતો. જેમાં માળિયા તાલુકાના મુખ્‍ય આગેવાનો જેવા કે બેંકના ડિરેક્‍ટર વિડજાભાઈ, તાલુકા સંઘના પ્રમુખ મનહરભાઈ, બાબુભાઈ, તાલુકા પંચાયત સભ્‍ય ચંદુભાઈ લાવડીયા દિનેશ તથા બાબુભાઈ ડાંગર વિગેરે મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહી રક્‍તદાન પ્રવળત્તિને દીપાવી હતી. પંચવટી ગામના યુવાન નિલેશભાઈ દ્વારા ૭૦ થી વધુ વખત કરવામાં આવેલ રક્‍તદાન બદલ બ્રિજેશ મેરજા દ્વારા તેમનું ખાસ બહુમાન કરવામાં આવ્‍યું હતું.

 મોરબી તાલુકા સહકારી પરિવાર દ્વારા ખેડૂત નેતા સ્‍વ. વિઠ્ઠલભાઈ રાદડિયાની પાંચમી પુણ્‍યતિથિ નિમિત્તે મોરબી માર્કેટિંગ યાર્ડ ખાતે મહા રકતદાન કેમ્‍પ યોજાયો હતો. આ રક્‍તદાન કેમ્‍પનો -ારંભ પૂર્વ સાંસદ મોહનભાઈ કુંડારિયા, મગનભાઈ વડાવીયા સહિતનાના હસ્‍તે કરવામાં આવ્‍યો હતો. આ કેમ્‍પમાં મોટી સંખ્‍યામાં ખેડુતો અને સહકારી અગ્રણીઓએ રક્‍તદાન કરી સ્‍વ. વિઠ્ઠલભાઈ રાદડીયાને શ્રદ્ધાંજલી આપી હતી.

(11:44 AM IST)