News of Tuesday, 30th July 2024
મોરબી : મને સસ્પેન્ડ કર્યા પહેલા જ મેં રાજીનામું આપી દીધું હતું : આપ નેતા

મોરબી તા ૩૦ : મોરબી જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા હિતેશભાઈ ભટ્ટને સસ્પેન્ડ કરવાનો દાવો કરવામાં આવી રહ્યો હોય ત્યારે આ દરમ્યાન હિતેશભાઈ ભટ્ટ દ્વારા આ અંગે સ્પષ્ટતા કરવામાં આવી છે.
હિતેશભાઈ ભટ્ટનું કહેવું છે કે, મોરબી જિલ્લા આમ આદમી પાર્ટીએ મને સસ્પેન્ડ કરવાનો દાવો કર્યો છે પરંતુ એ પહેલાં જ મેં મારું રાજીનામું પ્રદેશ અધ્યક્ષ, પ્રદેશ મહામંત્રી અને મોરબી કચ્છ પ્રમુખને વોટ્સએપ દ્વારા જ જણાવેલ છે તો મને સસ્પેન્ડ કર્યાનો દાવો હું નાટકીય ગણાવું છું. સંબંધિત ‘‘એક પેડ મા કે નામ'' વળક્ષારોપણ જેવી કામગીરી સાથે અખિલ ભારતીય શિક્ષા સમાગમ-૨૦૨૪ અંતર્ગત શિક્ષા સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં શાળાના ૨૦૬ વિદ્યાર્થીઓ અને ૮ શિક્ષકો જોડાયા હતા.
(11:44 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
