News of Tuesday, 30th July 2024
ટંકારા પાસે ટ્રક ચાલકે બ્રેક મારતા એમ્બ્યુલન્સ અથડાઇઃ ચાલકને ઇજા

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી,તા.૩૦: ટંકારા રાજકોટ હાઈવે પર આર્ય વિધાલય સામે ટ્રકના ચાલકે એમ્બ્યુલન્સની સાઈડ કાપી આગળ જઈને અચાનક બ્રેક મારતા એમ્બ્યુલન્સનું ટ્રકના પાછળ અથડાઈ હતી જેમાં ચાલકને ઈજા થતા સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.
મોરબીના મકરાણીવાસ શીલ્વરપાર્કમાં રહેતા શરીફભાઈ ઉષ્માનભાઈ સોલંકી એ ટંકારા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે ટંકારા રાજકોટ હાઈવે પર ટ્રક જીજે ૧૧ ટી ટી ૯૭૮૬ ના ચાલકે પોતાનો ટ્રક પુર ઝડપે ચલાવીને એમ્બ્યુલન્સ જીજે ૧૮ જી ૮૬૯૭ ની સાઈડ કાપી આર્ય વિધાલય નજીક અચાનક કોઈપણ સિગ્નલ આપ્યા વગરબ્રેક મારી દેતા ટ્રક પાછળ એમ્બ્યુલન્સ ભટકાઈ જતા એમ્બ્યુલન્સનું સ્ટેરીંગ શરીફભાઈના પેટના ભાગે વાગતા પેટના અંદરના ભાગે ઇન્ટરનલ ઈજા પહોચી હોવાની ફરિયાદ ટંકારા પોલીસમાં નોંધાઈ છે.
(11:50 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
