<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 30th July 2024

ગાંધીજીને મોહનમાંથી મહાત્‍મા બનાવવામાં પુસ્‍તકોનો સિંહ ફાળોઃ ડો.પંકજભાઇ ગોસ્‍વામી

પોરબંદરમાં નવીનીકરણ થયેલ જિલ્લા સરકારી પુસ્‍તકાલયનું રાજ્‍ય ગ્રંથાલયના નિયામક ડો.ગોસ્‍વામીના હસ્‍તે લોકાર્પણ

પોરબંદર,તા. ૩૦: અગિયાર લાખના ખર્ચે નવીનીકરણ થયેલ જિલ્લા સરકારી પુસ્‍તકાલયનું લોકાર્પણ ગાંધીનગર ગ્રંથાલયના નિયામક ડો.પંકજભાઇ ગોસ્‍વામીના હસ્‍તે કરવામાં આવ્‍યું હતું. ડો.પંકજભાઇએ જણાવેલ કે ગાંધીજીને મોહનમાંથી મહાત્‍મા બનાવવામાં પુસ્‍તકોનો સિંહફાળો હતો.

સને ૧૯૯૯ માસ્‍થ પાયેલ રાજય સરકાર સંચાલિત પોરબંદર ના જિલ્લા સરકારી પુસ્‍તકાલયનુ અંદાજે અગિયાર લાખના ખર્ચે થયેલા નવીનીકરણ નુ લોકાર્પણ અને નવા પુસ્‍તકોના પ્રદર્શનનુ ઉદઘાટનનુ આયોજન કરવામા આવેલ હતું. ખોજા ખાના પાસે આવેલા સરકારી જિલ્લા પુસ્‍તકાલય ખાતે ગાંધી નગર ના રમત-ગમત અને સાંસ્‍કૃતિક વિભાગ, ગાંધીનગ ગ્રન્‍થાલય નિયામક, ભાવનગર મદદ નિશ ગ્રંથાલય નિયામકના ઉપક્રમેના રમત-ગમત અને સાંસ્‍કૃતિક વિભાગ, ગાંધીનગ ગ્રન્‍થાલય નિયામક, ભાવનગર મદદનિશ ગ્રન્‍થાલય નિયામકના ઉપક્રમે સરકારી જિલ્લા પુસ્‍તકાલયના નવીનીકરણ અને મહાપુરુષોના જીવન કવન સહીતના સંદર્ભ ગ્રંથોના નવા પુસ્‍તકોનું પ્રદર્શનનુ આયોજન કરવામા આવેલ હતું પ્રારંભમાં જિલ્લા પુસ્‍તકાલયના ગ્રંથપાલ શ્રી નિલેશભાઈ કરમુરએ જિલ્લા ગ્રંયાલયના પુસ્‍તકાલય નો અંદાજે અગિયાર લાખના ખર્ચે નવીનીકરણ કરવામાં આવેલ છે જેમાં ઓફિસ, ગ્રન્‍થ ભંડાર, વાંચન ખંડ, ન્‍યૂઝ પેપર ખંડ રીડીગરૂમ ભાઈ બહેનો માટે અને દિવ્‍યાંગ માટેની ટોયલેટની સુવિધા તેમજ બધા જ કબાટનુ રંગરોગાનનો સમાવેશ થયો છે તેમ જણાવી મહાનુભાવોને આવકાર્યા હતા.

પોરબંદર જિલ્લા સરકારી પુસ્‍તકાલયના નવીનીકરણ નુ લોકાર્પણ ગાંધીનગર ગ્રન્‍થાલયના નિયામ ક ડો. પંકજભાઈ ગોસ્‍વામીના હસ્‍તે રીબીન કાપીને કરાયું હતું બાદ તેઓએ જણાવ્‍યું હતું કે, પોરબંદરમાં જન્‍મેલા વિશ્વ વિભૂતિ ગાંધીજી ને મોહન માંથી મહાત્‍મા બનાવવામાં પુસ્‍તકોનો સિંહ ફાળો રહ્યો છે આથી પુસ્‍તક વાંચનનો મહિમા ખુબ છે વાચકોને માળખાગત સુવિધા અનેઆધુનિક ટેક્‍નોલોજીથી સજ્જ પુસ્‍તકાલય બનતા વાચકો ગ્રંથાલયનો ઉચિતઉપયોગ કરી પોતાનું જીવન ઉર્ધ્‍વગામી બનાવી શકશે તેમણે કહ્યું કે મહાત્‍મા ગાંધીજી કહેતા પુસ્‍તકોનું મૂલ્‍ય રત્‍ન કરતા અધિક છે રત્‍ન બહારથી ચમક આપે છે જયારે પુસ્‍તકો અંતરને ઉજાળે છે અને તે માટેનું માધ્‍યમ છે પુસ્‍તકાલયો આ પુસ્‍તકાલયના નવીનીકરણ માટે ગ્રંથપાલ અને સ્‍ટાફ પરિવારને અભિનંદન પાઠવ્‍યા હતા.

મહા પુરુષોના જીવન અને કવન ને આલેખતું નવા પુસ્‍તકાલયનુ ઉદઘાટન કરતા ભાવનગરના મદદનિશ ગ્રંથાલયના નિયામક શ્રી એલ. આર. મોઢાએ જણાવ્‍યુ હતું કે આપણા ગૌરવવ તા સાહિત્‍ય સંસ્‍કૃતિની મહામૂલી વિરાસતથી નવી પેઢી મહાપુરુષોના જીવન ચરિત્રોમાંથી પ્રેરણા લઇને દેશ ભાવના અને જીવન મૂલ્‍યો કેળવે તે જરૂરી છે.

આ કાર્યક્રમનું સંચાલનશ્રીએ ગ્રંથાલયના કર્મચારી આશાબેન મોઢવાડીયાએ કર્યું હતું આભાર દર્શન કર્મચારી ધવલભાઈ બામણીયાએ કર્યું હતું આ કાર્યક્રમમાં ગાંધી નગર મદદનિસ ગ્રંથાલય નિયામક  આર. ડી. પરમાર, લોઢીયા અંધજન મંડળ પુસ્‍તકાલયના ગ્રંથપાલ અનિલભાઈ પોપટ, મેડિકલ કોલેજના ગ્રંથપાલ વિધિબેન મોઢા, ગોઢાણીયા બી. એડ કોલેજના ગ્રંથપાલ જાગૃતિબેન કારિયા, પ્રોફેસર પી. જી. ગણાત્રા, સેવાકર્મિ નાથાભાઈ વિસાવાડિયા, હેમેન્‍દ્ર ભાઈ બામણીયા સહીત વાચક ગણ ઉપસ્‍થિત રહ્યો હતો.

(11:51 AM IST)