News of Tuesday, 30th July 2024
પોરબંદરમાં રોગચાળા ટાણે ગાયવાડી સરકારી ડીસ્પેન્સરીને તાળાઃ ઉચ્ચકક્ષા સુધી રજૂઆતો
સરકારી ભાવસિંહજી હોસ્પિટલના સિવિલ સર્જને રીનોવેશનનું બહાનું બતાવ્યુ

(હેમેન્દ્રકુમાર પારેખ દ્વારા) પોરબંદર તા. ૩૦ :.. અતિવૃષ્ટિ બાદ ઠેરઠેર ગંદકી જામી છે. અને રોગચાળો માથું ઉંચકી રહ્યો છે. તેવા સમયે ગાયવાડીની સરકારી ડીસ્પેન્સરીને તાળા મારી દેવામાં આવતા આ વિસ્તારમાંથી નિયમિત ચેકઅપ અને દવા લેવા જતા દર્દીઓમાં રોષ વ્યાપી ગયો છ.ે
સરકારી ભાવસિંહજી હોસ્પિટલના સીવીલ સર્જને જણાવેલ કે ગાયવાડીમાં વર્ષો જૂની સરકારી ડીસ્પેન્સરીનું બિલ્ડીંગ જર્જરીત હોય રીનોવેશન કામગીરી માટે હાલ સરકારી ડીસ્પેન્સરી બંધ કરવામાં આવી છે. સીવીલ સર્જનના આવા બહાના લોકોને ગળે ઉતરતું નથી. કારણ કે ગાયવાડી ડીસ્પેન્સરીનું બિલ્ડીંગ લાંબા સમયથી જર્જરીત છે.
આ ડીસ્પેન્સરીના બિલ્ડીંગની મરામત કરવા અગાઉ અનેક વખત જાગૃત નાગરિકો અને આગેવાનોએ રજૂઆતો કરી હતી. પરંતુ ધ્યાન અપાતું નહોતું.
શહેરમાં ગંદકીને લીધે હાલ રોગચાળો ફેલાય રહ્યા છે તેવા સમયે સરકારી ડીસ્પેન્સરીને તાળા મારી દેવામાં આવતા આ વિસ્તારના દર્દીઓ મુશ્કેલીમાં મુકાય ગયા છે.
સરકારી ડીસ્પેન્સરીને તાળા સામે સામાજિક કાર્યકર દિલીપભાઇ મશરૂ અને એચ. એમ. પારેખે હાલ ગાંધીનગર ગયેલા ધારાસભ્ય અર્જુનભાઇ મોઢવાડીયાને ટેલીફોનીક રજૂઆત કરી હતી ત્યારે અર્જુનભાઇએ આ પ્રશ્ને આરોગ્ય મંત્રીનું ધ્યાન દોરીને આ પ્રશ્ને પગલા લેવા ખાતરી આપી હતી. અગ્રણી રામદેવભાઇ મોઢવાડીયાએ આ પ્રશ્નને રજૂઆત સાંભળી હતી. અને રામદેવભાઇએ રોષ વ્યકત કર્યો કે સરકારી ડીસ્પેન્સરીને તાળા કોઇ સંજોગો સાંખી લેવાશે નહીં.
(11:52 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
