<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 30th July 2024

પોરબંદરમાં પુરગ્રસ્‍ત લોકોની વ્‍હારે પુ.ભાઇશ્રીની આગેવાનીમાં સાંદીપનિ વિદ્યાકેતન

શેલ્‍ટર હાઉસમાં રહેલા અસરગ્રસ્‍તોને બે દિવસ ભોજન પુરૂ પાડયું: ઋષિકુમારોએ હરિ મંદિરની પ્રસાદી સ્‍વરૂપે ભાવથી ભોજન પીરસ્‍યું

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ તા.૩૦: પોરબંદરમાં સતત એક અઠવાડિયા સુધી એકી સાથે પડેલા ભારે વરસાદના કારણે પોરબંદર શહેરના અનેક વિસ્‍તારોના ઘરોમાં પાણી ઘુસી ગયા હતા. આવા પુરગ્રસ્‍ત વિસ્‍તારના લોકોને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જુદા જુદા આશ્રય સ્‍થાનોમાં સ્‍થળાંતર કરવામાં આવેલ હતા. જેમાં કડીયા પ્‍લોટ પેસેન્‍ટર શાળા, જોશી સ્‍કૂલ ઝુંડાળા, કુમાર શાળા બોખીરા, ખાપટ પેસેન્‍ટર શાળા વગેરેમાં આશ્રય લઈ રહેલા ૪૦૦ જેટલા લોકોને સાંદીપનિ શ્રીહરિ મંદિર દ્વારા બે દિવસ હરિ મંદિરની પ્રભુ પ્રસાદી સ્‍વરૂપે સ્‍વાદિષ્ટ ભોજન પૂરું પાડવામાં આવ્‍યું હતું.

બે દિવસ સુધી આ ભોજન સેવામાં પૂજ્‍ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝાની આજ્ઞાથી સાંદીપનિ વિદ્યાનિકેતનના શ્રી વજુભાઈ પાણખાણિયા, મનોજભાઈ મોઢા, ભરતભાઇ દવે, મયુરભાઈ ઓડેદરા, ઋષિકુમારો વગેરેએ અસરગ્રસ્‍ત લોકોને જાતે ભોજન પીરસી ભાવથી જમાડ્‍યા હતા.

આ સેવાકાર્યમાં ઉમદા સહકાર આપવા બદલ જિલ્લા કલેક્‍ટર કે.ડી.લાખાણી અને પોરબંદર રેડક્રોસના ચેરમેન લાખણશી ગોરાણિયાએ સાંદીપનિ વિદ્યાનિકેતન સંસ્‍થાનો આભાર માન્‍યો હતો.(તસ્‍વીરઃ મુકેશ વાઘેલા- જુનાગઢ)

(11:54 AM IST)