News of Tuesday, 30th July 2024
વાંકાનેર બાઉન્ડ્રી પાસે મોરબી એલસીબીએ વિદેશી દારૂ-બીયર ભરેલ આઇસર ઝડપી લીધુ
આઇશરમાં દારૂનો જથ્થો છૂપાવવા ચોરખાનું બનાવ્યું'તું: ૧ર.૭૭ લાખના મુદામાલ સાથે એકની ધરપકડ

તસ્વીરમાં પકડાયેલ આઇસર અને શખ્સ નજરે પડે છે. (તસ્વીર : લિતેશ ચંદારાણા વાંકાનેર)
(લિતેશ ચંદારાણા દ્વારા) વાંકાનેર તા. ૩૦ :.. મોરબી એલસીબી ટીમે બાતમીને આધારે ગોવા અને મહારાષ્ટ્રની બોર્ડર ઠેકાડી વાંકાનેર બાઉન્ડ્રી સુધી દારૂ અને બિયરનો જથ્થો ચોર ખાનામાં છૂપાવી પહોંચી ગયેલા આઇસર ચાલકને વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની ૬રપ બોટલ તેમજ બિયર ટીન નંગ ૪૮ મળી કુલ ર,૭ર,પ૧૦ ના દારૂ બિયર સહિત કુલ રૂપિયા ૧ર,૭૭,પ૧૦ ના મુદામાલ સાથે આરોપીને ઝડપી લીધો હતો.
મોરબી એલસીબી ટીમને બાતમી મળી હતી કે, અમદાવાદ તરફથી આઇસર ગાડી નંબર જીજે-ર૩-એટી-૩૬૦૩ વાળી રાજકોટ તરફ આવી રહી છે. આ આઇસરના પાછળના ભાગે કાળા કલરની તાલપત્રી બાંધેલ હોવાનું અને આઇસર ગાડીમાં ચોર ખાનુ બનાવી તેમાં દારૂનો જથ્થો છૂપાવેલ હોવાની બાતમીને આધારે વાંકાનેર બાઉન્ડ્રીએ પોલીસ ચોકી પાસે વોચ ગોઠવતા આ આઇસર ગાડી નીકળતા આઇસર ચાલક મુળસીંગ પ્રભાતસીંગ રાઠોડ, ઉ.૪ર ધંધો ડ્રાઇવીંગ રહે. કાનોડા તા. જી. બાડમેર (રાજસ્થાન) વાળાને પકડી પુછપરછ કરતા આઇસરમાંથી દારૂ-બિયરનો જથ્થો કાઢી આપ્યો હતો.
પોલીસની પુછતાછમાં દારૂનો આ જથ્થો આરોપી દયાનંદ ગોપાલ રહે. કોનકોન ગામ ગોવા, કોચીન, હાઇવે વાળાએ મોકલ્યો હોવાનું અને રાજકોટમાં રાજૂસીંગ નામના આરોપીને આ જથ્થો આપવામાં આવનાર હોવાની કબૂલાત આપતા એલસીબી ટીમે રોયલ સ્ટગ વ્હીસ્કીની ૧પ૯ બોટલ, રોયલ ચેલેન્જ વ્હીસ્કીની બોટલ ૧૩૮, રોક વ્હીસ્કીની ર૮૩ બોટલ, રીઝર્વ-૭ રેર વ્હીસ્કીની ૯ બોટલ, બ્લેન્ડર પ્રાઇડ વ્હીસ્કીની ૩૬ બોટલ, કીંગફીશર પ્રીમીયમ બીયર ટીન નં. ૪૮ તથા અન્ય મુદામાલ મળી કુલ કિ. રૂા. ૧ર,૭૭,પ૧૦ નો મુદામાલ કબ્જે કરી વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ગુન્હો રજીસ્ટર કરાવ્યો હતો.
(12:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
