News of Tuesday, 30th July 2024
ધોરાજીના ઝાંઝમેર અને ગુંદાળામાં પાણીમાં ડૂબી જવાથી ર બાળકોના મોત

(કિશોર રાઠોડ-ધર્મેન્દ્ર બાબરીયા દ્વારા) ધોરાજી, તા. ૩૦ : ધોરાજીના ઝાંઝમેર ગામે રહેતા ધવલભાઇ દેસાઇની વાડીએસ્ત્રી મજુરી કામ કરતા એમપી ના અલીરાજપુરના કુડીયા બરડા ગામના મજુરનો પુત્ર યોગેશ બળવંત જાવરી ઉ.૧પ વર્ષ વાડી રમતા રમતા પાણીના ખાડામાં પડી જતા ડુબી જતા કરૂણ મોત થયેલ છે. મરણ જનાર ૪ ભાઇઓમાં સૌથી નાનો હતો.
બીજા બનાવમાં મોટા ગુંદાળા ગામમાં આવેલ ફેકટરીમાં મજુરી કામ કરતા એમપીના જાંળવા ગામના મજુરનો પુત્ર અશ્વીન જીતેન ડામોર ઉ.વ.ર વર્ષ પાણીમાં ડૂબી જતા કરૂણ મોત થયેલ છે. એક સાથે ર બાળકોના મોત થતા પરિવારજનોમાં શોક વ્યાપી ગયેલ હતો. આ બનાવ અંગે તાલુકા પોલીસે જીણવટ ભરી તપાસ હાથ ધરેલ છે.
(12:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
