<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 30th July 2024

ચોટીલામાં ૧૩૩ બોટલ દારૂ સાથે બે ઝડપાયા

ચોટીલા, તા. ૩૦ :  રાજ્‍યનાં પવિત્ર યાત્રાધામ એવા ચોટીલા કનૈયા હોટલની ચોકડી પાસે ગાંધીનગર સ્‍ટેટ મોનિટરિંગ સેલની ટીમે રાજકોટ- અમદાવાદ હાઈવે પર કારમાંથી રૂ.૨૩ હજારના દારૂ સાથે બે શખ્‍સોને ઝડપી પાડતા જીલ્લાનાં પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો હતો.

એસએમસીની ટીમે ચોટીલામાં રૂ.૫.૩૪ લાખનો કાર મોબાઇલ અને દારૂ બીયરનાં મુદ્દામાલને જપ્ત કરી ત્રણ શખ્‍સો સામે ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા.

શંકાસ્‍પદ હાલતમાં પસાર થતી કારને અટકાવી હતી. કારની તલાશી લેતા દારૂ અને બીયરના ટીન મળી કુલ ૧૩૩ બોટલો મળી આવી હતી.

એસએમસીએ કારમાં સવાર ચોટીલાનાં કાંધાસર ગામનાં કુલદિપભાઈ રણજીતભાઈ ખાચર, જસદણના આટકોટનાં તુષાર રવિભાઈ ખોખરીયા ની પુછપરછ કરતા આ હેરાફેરીમાં કાંધાસરનાં સંજયભાઈ ભુપતભાઈ ખાચર ની સંડોવણી હોવાની કબુલાત કરી હતી. એસએમસીએ રૂ.૨૨,૯૦૦ની કિંમતનો દારૂ,૨ નંગ મોબાઈલ, એક કાર સહિત રૂ.૫.૩૪ લાખનો મુદ્દામાલ જપ્ત કરેલ.

(12:19 PM IST)