<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 30th July 2024

સાળંગપુર શ્રી કષ્‍ટભંજનદેવ હનુમાન દાદાને ગુલાબના ફુલોનો દિવ્‍ય શણગાર

રાજકોટ, તા. ૩૦ :  વડતાલધામ દ્વિશતાબ્‍દી મહોત્‍સવના ઉપલક્ષમાં શ્રી સ્‍વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે  પ.પૂ.શાષાી સ્‍વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી શ્રી વિવેકસાગરદાસજી સ્‍વામીના માર્ગદર્શનથી  આજે  મંગળવારના રોજ સવારે ૫.૩૦ કલાકે મંગળા આરતી   તથા ૭ કલાકે શણગાર  આરતી પૂજારી સ્‍વામી (અથાણાવાળા) દ્વારા  કરવામાં આવેલ. શ્રી કષ્ટભજન દેવ હનુમાન દાદાને ગુલાબના ફુલોનો  દિવ્‍ય શણગાર  કરવામાં આવ્‍યો હતો. હજારો ભક્‍તોએ પ્રત્‍યક્ષ તેમજ ઓનલાઈન આ અનેરા દર્શનનૉ  લાભ લઈ ધન્‍યતાનો  અનુભવ કરેલ. ૅશ્રદ્ધા કા દૂસરા નામ શ્રી સાળંગપુરધામૅ

(12:21 PM IST)