News of Tuesday, 30th July 2024
દેવભૂમિ દ્વારકા જીલ્લામાં ફરી વરસાદ પડતા પાક ઉપર ખતરો

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા તા. ૩૦ :.. દ્વારકા જીલ્લામાં સતત પાંચ દિવસથી વરાપ નીકળ્યા પછી ફરી મેઘરાજાનું આગમન થતાં વરસાદથી થાકેલા તથા ખેડૂતોના ખેતરોમાં હજુ પાણી ભરાયેલા છે ત્યાં ફરી મેઘરાજાનું આગમન થતાં ખેડૂતો ચિંતાતુર થયા છે તથા પાક ઉપર પણ ખતરો ઉભો થયો છે.
ખંભાળીયામાં બે ઇંચ વરસાદ પડતા ઠેરઠેર પાણી ભરાઇ ગયા હતા તથા ઘી સિંહણ ડેમ વધુ ઓવરફલો થઇ ગયા હતા તો શહેરમાં રામનાથ રોડ, નગરગેઇટ, જોધપુર ગેઇટ, નવાપરા વિ. સ્થળે પાણી ભરાઇ ગયા હતા તો સવારે ૬ થી ૮ દરમ્યાન દ્વારકામાં પણ અડધો ઇંચ તથા કલ્યાણપુરમાં પણ અડધો ઇંચ વરસાદ પડયો હતો.
(1:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
