<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 30th July 2024

જુનાગઢનાં મોટીવેશનલ સ્‍પીકર પાર્થ ગિરીશભાઇ કોટેચાના પુસ્‍તક ‘લેટસ લિવ બિફોર વી લીવ‘ નું વિમોચન

 

જુનાગઢ :..  ધ ફર્ન લિઓ રિસોર્ટ જૂનાગઢ ખાતે સાંજે ૬.૩૦ કલાકે ઇન્‍ટરનેશનલ મોટીવેશનલ સ્‍પીકર તેમજ ઉભરતા યુવા લેખક શ્રી પાર્થ ગિરીશભાઈ કોટેચા દ્વારા લેખિત  લેટ્‍સ લિવ બિફોર વી લીવના પુસ્‍તક વિમોચન સમારોહનું આયોજન કરવામાં આવેલ હતું. આ પુસ્‍તકમાં લેખક પાર્થ કોટેચાએ પોતાનાં જીવનના સ્‍વાનુભવ, પરિવાર સાથેની ઘટનાઓ તેમજ સમગ્ર યુવાધનને પ્રેરણા મળી રહે, તેવાં અનેક પ્રસંગોને આવરી લેતી ટૂંકી વાર્તાઓનું આલેખન કરેલુ છે, આ પ્રસંગે લેખક પાર્થ કોટેચાએ જીવન કેવી રીતે જીવવુ, તે અંગેનાં પોતાનાં વિચારો અને અનુભવો રજૂ કર્યા, તેમજ અલગ અલગ પ્રકારનાં પુસ્‍તકોનાં વાચનથી જીવનમાં સકારાત્‍મક પરિવર્તન કેવી રીતે લાવી શકાય, તે અંગેની વિસ્‍તળત ચર્ચા પણ કરી, આ પ્રસંગે  અનારબેન પટેલ,  રાઘવજીભાઈ પટેલ, પદ્મશ્રી જોરાવરસિંહ જાદવ,  તુષાર શુક્‍લા,  રાજેશ ચુડાસમા,  જગદીશ મહેતા એડિટર- હેડલાઈન દૈનિક ન્‍યુઝ પેપર રાજકોટ,  ભરત ગઢવી તથા  જયરાજસિંહ વાળા -વાત ગુજરાતી,  જયદેવ શાહ,  વિષ્‍ણુભાઈ પંડયા, પત્રકાર દેવાંશી જોષી, અનિલ રાણાવસીયા,   ચરણસિંહ ગોહિલ,  નિતીન સાંગવાન,  નિલેશભાઈ ઝાઝડિયા,  હર્ષદ મહેતા, ડો. ડી.પી. ચીખલીયા વગેરે જેવા સમાજસેવા, ઉદ્યોગસાહસ, કલા અને સંગીત, વરિષ્ઠ લેખકો, રાજકારણ, અધ્‍યાત્‍મ, રમતજગત અને શિક્ષણજગત સાથે સંકળાયેલા મહાનુભાવો તેમજ ઉચ્‍ચ કોટીનાં સરકારી અધિકારીઓએ પુસ્‍તક વિમોચન સમારોહ સાથે યોજાયેલા આલોચના સત્રમાં પોતાની અમૂલ્‍ય હાજરી આપી હતી. આ પ્રસંગે લેખક પાર્થ કોટેચા દ્વારા જીવનમાં પ્રેરણાદાયી કથાઓથી સમળદ્ધ પુસ્‍તકોનાં વાંચન માટે જાહેર જનતાને અનુરોધ કરવામાં આવ્‍યો હતો, તેમજ હાજરી આપેલ તમામ મહાનુભાવોનું હાર્દિક અભિવાદન કરવામાં આવેલ હતું. આ ઙ્કસંગે પૂ. મુક્‍તાનંદ બાપુ, પૂ. ઈન્‍દ્રભારતી બાપુ, પૂ. સુખરામ બાપુ સહિતના સંતોએ આશીર્વચન આપેલ. હતાં. (અહેવાલ : વિનુ જોશી, તસ્‍વર : મુકેશ વાઘેલા જુનાગઢ

(1:39 PM IST)