તા. ૧ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૯ સોમવાર
News of Tuesday, 30th July 2024
કુતિયાણામાં બોગસ ડોકટર ઝડપાયો
ડિગ્રી વિના મેડીકલ પ્રેકટીસ કરનાર ડોકટર પાસેથી કેપ્સ્યુલ ટેબલેટ અને ઇન્જેકશનનો જથ્થો મળ્યો

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા., ૩૦: કુતિયાણાના થેપડા ઝાંપા વિસ્તારમાં મેડીકલની ડીગ્રી વિના પ્રેકટીસ કરતા તરૂણસિંહ પ્રતાપસિંહને પોલીસે પકડીને ગુન્હો નોંધ્યો છે.
કુતિયાણાના થેપડા ઝાંપા વિસ્તારમાં પોતાના રહેણા઼ક મકાનમાં ગેરકાયદે ડોકટરનુ઼ કલીનીક ચલાવતા તરૂણસિંહ પાસે કોઇ પણ પ્રકારની ડોકટરની ડીગ્રી નથી અને દવા-ઇન્જેકશનો આપીને દર્દીઓના જીવ જોખમમાં મુકાય તેવી પ્રેકટીસ કરી રહયો હતો.
પોલીસ દ્વારા ચેકીંગ દરમિયાન આ બોગસ ડોકટર પાસેથી કેપ્સ્યુલ ટેબલેટ ઇન્જેકશનોનો જથ્થો મળી આવ્યો હતો.
વધુ તપાસ એસ.ઓ.જી.ના હેડ કોન્સ્ટેબલ એમ.આર.ગોરાણીયા ચલાવી રહયા છે.
(1:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
