<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 30th July 2024

ભૂપેન્‍દ્રભાઇની વર્ચ્‍યુઅલ ઉપસ્‍થિતિમાં જુનાગઢમાં વિકાસ કાર્યોનું લોકાર્પણ ખાતુમુહૂર્ત

રાઘવજીભાઇ પટેલની ઉપસ્‍થિતિ : જુનાગઢવાસીઓને રૂા. ૩૮૪.૯ર કરોડના ૮૧ વિકાસ કામોની ભેટ

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ, તા. ૩૦ : જુનાગઢ મહાનગર પાલિકા દ્વારા મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્રભાઈ પટેલની વર્ચ્‍યુઅલ ઉપસ્‍થિતીમાં તથા  પ્રભારી મંત્રી રાઘવજીભાઈ પટેલની હાજરીમાં જૂનાગઢ મહાનગરપાલિકાના વિવિધ વિકાસલક્ષી રૂા.૩૯૭.૭૮ કરોડના કામોનુ લોકાર્પણ તથા ખાતમુર્હુત કાર્યક્રમ  આજે  શામળદાસ ગાંધી ટાઉન હોલ, જૂનાગઢ ખાતે રાખવામાં આવેલ  હતો. જેમાં શહેરના વોર્ડ નં.૮,૯,૧૦માં વોટર સપ્‍લાય માટે ડીસ્‍ટ્રીબ્‍યુટ અને નેટવર્કની કામગીરી, જોઈન પાઇપલાઇનની કામગીરી,સ્‍વીમીંગ પૂલ ફેઇઝ-૨,મહાનગર પાલિકા,જુનાગઢ હદ વિસ્‍તારમાં આવેલ તમામ મિલકતોનું જી.આઈ.એસ.બેઇઝ મેપિંગ,વિવિધ વિસ્‍તારમાં સી.સી.રોડ,હેરીટેઝ બિલ્‍ડીંગ નરસિંહ વિદ્યામંદિરનું રીસ્‍ટોરેશન,રીપેર અને ડેવલોપમેન્‍ટની કામગીરી,અમળત ૨.૦ અંતર્ગત પાઈપલાઇનની કામગીરી,બોક્ષ કર્લવર્ટ નાખવાની કામગીરી વગેરે મળીને ૮૧ કામો ખાતમુર્હુત રૂ.૩૮૪.૯૨ કરોડના ખર્ચે તેમજ લોકાર્પણના ૧૦ કામો રૂ.૧૨.૮૬ કરોડના ખર્ચે આમ કુલ ૯૧ કામો રૂ.૩૯૭.૭૮ કરોડના ખર્ચે કરવામાં આવનાર છે.

આ કાર્યક્રમમાં મેયર ગીતાબેન મોહનભાઈ પરમાર,ડે.મેયર ગીરીશભાઈ કોટેચા, સ્‍થાયી સમિતિ ચેરમેનહરેશભાઈ પરસાણા, શાશકપક્ષના નેતા કિરીટભાઈ ભીંભા, દંડક અરવિંદભાઈ ભલાણી, કોર્પોરેટર  પુનિતભાઈ શર્મા તેમજ અન્‍ય વોર્ડના કોર્પોરેટરશ્રીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

(1:46 PM IST)