News of Tuesday, 30th July 2024
મોરબી: મને સપેન્ડ કર્યા પહેલા જ મેં રાજીનામું આપી દીધું હતું : આપ નેતા
આમ આદમી પાર્ટીએ સસ્પેન્ડ કર્યા હોવાનો દાવો હિતેશ ભટ્ટે ફગાવ્યો

( પ્રવીણ વ્યાસ દ્વારા ) મોરબી જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા હિતેશભાઈ ભટ્ટને સસ્પેન્ડ કરવાનો દાવો કરવામાં આવી રહ્યો હોય ત્યારે આ દરમ્યાન હિતેશભાઈ ભટ્ટ દ્વારા આ અંગે સ્પષ્ટતા કરવામાં આવી છે.
હિતેશભાઈ ભટ્ટનું કહેવું છે કે, મોરબી જિલ્લા આમ આદમી પાર્ટીએ મને સસ્પેન્ડ કરવાનો દાવો કર્યો છે પરંતુ એ પહેલાં જ મેં મારું રાજીનામું પ્રદેશ અધ્યક્ષ, પ્રદેશ મહામંત્રી અને મોરબી કચ્છ પ્રમુખને વોટ્સએપ દ્વારા જ જણાવેલ છે તો મને સસ્પેન્ડ કર્યાનો દાવો હું નાટકીય ગણાવું છું.
(1:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
