<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 30th July 2024

મોરબીમાં વેપારીની હત્યા કરી મૃતદેહ દાટી દેનાર રિમાન્ડ પર, પોલીસને ગુમરાહ કર્યાનું ખુલ્યું.

હત્યા કર્યા બાદ પોલીસ મથકે વેપારી તેના રૂપિયા લઈને ભાગી ગયાની માહિતી આપી પોલીસને ગુમરાહ કરી હતી.

( પ્રવીણ વ્યાસ દ્વારા )મોરબીમાં એક માસથી લાપતા ટ્રાન્સપોર્ટના વેપારીનો મૃતદેહ માણેકવાડા નજીકથી દાટી દીધેલ હાલતમાં રીકવર કરી પોલીસે આરોપીની ધરપકડ કરી હતી રૂપિયા ૧૦ લાખની લેતીદેતી મામલે વેપારીનું કાસળ કાઢી નાખ્યા બાદ આરોપીએ પોલીસને ગુમરાહ કરવાનો પ્રયાસ કર્યો હતો જોકે પોલીસે સીસીટીવી ફૂટેજ અને ટેકનીકલ માધ્યમથી આરોપીના નાટકનો પર્દાફાશ કરી આરોપીને ઝડપી લીધો હતો અને કોર્ટમાં રજુ કરતા કોર્ટે ચાર દિવસના પોલીસ રિમાન્ડ મંજુર કર્યા છે.
ટીંબડી પાટિયા પાસે ટ્રાન્સપોર્ટ ઓફીસ ચલાવતા જીતેન્દ્રભાઈ કૈલા નામના યુવાન ગત તા. ૨૦ જુનના રોજ નાની વાવડી રોડ પર સતનામ કોમ્પ્લેક્ષમાં આવેલ જીતેન્દ્ર ગજીયાની ઓફિસે રૂ ૧૦ લાખ લેવા ગયા હતા જ્યાંથી આરોપી જીતેન્દ્ર ગજીયાએ જીતેન્દ્ર કૈલાની પત્નીને વિડીયો કોલ કરી તારા પતિને રૂ ૧૦ લાખ આપું છું કહીને ફોન કાપી નાખ્યો હતો બાદમાં જીતેન્દ્ર કૈલાનો ફોન બંધ આવતો હતો જેથી પરિવારે ગુમસુદા અંગે પોલીસ મથકમાં નોંધ કરાવી હતી જેને પગલે એ ડીવીઝન પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા જેમાં આરોપીની ઓફીસ આસપાસના સીસીટીવી ફૂટેજ અને ટેકનીકલ માધ્યમથી તપાસ કરી હતી અને આરોપીની ઉલટ તપાસ કરતા હત્યા કરી મૃતદેહ માણેકવાડા પાસે ખેતર બાજુની જમીનમાં દાટી દીધાની કબુલાત આપી હતી જેથી પોલીસે મૃતદેહનો પત્તો મેળવી મૃતદેહ ફોરેન્સિક પીએમ અર્થે ખસેડ્યો છે.
જે બનાવ મામલે પત્રકાર પરિષદ સંબોધી એસપીએ માહિતી આપતા જણાવ્યું હતું કે સીસીટીવી ફૂટેજ ચેક કરતા મૃતક જેવા જ કપડા પહેરેલ કોઈ વ્યક્તિ બાઈક લઈને જતો જોવા મળ્યો હતો જેમાં આરોપી પોતે જ મૃતકના કપડા પહેરી તેનું બાઈક લઇ જતો હોવાનું ખુલ્યું હતું મૃતક જીતેન્દ્ર કૈલા અને આરોપી જીતેન્દ્ર ગજીયા બંને મિત્ર હતા અને જીતેન્દ્ર કૈલાએ હાથ ઉછીના ૧૦ લાખ જીતેન્દ્ર ગજીયાને આપ્યા હતા જે રકમની લેતીદેતી મામલે ઉધાર પરત ના આપવા પડે અથવા કોઈ બોલાચાલી થઇ હોય અને વેપારીની હત્યા કરી હોય તેવું હાલના તબક્કે જણાઈ રહ્યું છે આરોપીએ ગળું દબાવી હત્યા કર્યાની કબુલાત આપી છે જોકે ફોરેન્સિક પીએમ રીપોર્ટ આવ્યા બાદ મૃત્યુનું સાચું કારણ કહી શકાશે હત્યા કરી મૃતદેહ બોક્સમાં પેક કરી પોતાની કારમાં લઇ જઈને માણેકવાડા પાસેના ખેતર પાસેની જગ્યામાં દાટી દીધો હતો એસપી પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ હાલ હત્યાના સ્થળ વખતે ૨ વ્યક્તિની જ હાજરી ખુલી છે હત્યા બાદ કોઈએ મદદ કરી હોય તેની તપાસ પોલીસ કરી રહી છે.
આરોપી રીઢો ગુનેગાર, હત્યાના ગુનામાં જામીન પર મુક્ત હોવાનું ખુલ્યું
મોરબીમાં ટ્રાન્સપોર્ટ વેપારીની હત્યાના ગુનામાં ઝડપાયેલ આરોપી જીતેન્દ્ર ગજીયા જેતપુરમાં હત્યાના ગુનામાં સંડોવાયેલ હોય અને સજા પડી છે જે હાલ જામીન મુક્ત હોય અને મોરબી રહેતો હોવાનું ખુલ્યું છે તેમજ વર્ષ ૨૦૨૩ માં મની લોન્ડરિંગ એક્ટની ફરિયાદ નોંધાઈ હોવાની માહિતી પોલીસ પાસેથી પ્રાપ્ત થઇ છે.
આરોપીએ પોલીસને ગુમરાહ કરવા પ્રયાસ કર્યો હતો જોકે પોલીસ સવા શેર નીકળી
હત્યાના આરોપીએ વેપારી મિત્રની હત્યા કર્યા બાદ પોલીસને ગુમરાહ કરવાનો પ્રયાસ કર્યો હતો જેમાં હત્યાના બીજા દિવસે પોલીસ મથકે પહોચી મૃતક જીતેન્દ્ર કૈલા તેના ૧૦ લાખ લઈને ગામ મૂકી ભાગી ગયો હોવાનું પોલીસને જણાવ્યું હતું તેમજ હત્યાની કબુલાત આપ્યા બાદ મૃતદેહ અંગે પૂછપરછમાં પણ માણેકવાડા ગામના સ્મશાનમાં લઇ જઈને મૃતદેહ સળગાવી નાખ્યાનું જણાવ્યું હતું દરેક વખતે આરોપીએ પોતાનું મગજ વાપરી પોલીસને ગુમરાહ કરવા ભરચક્ક પ્રયાસ કર્યા હતા જોકે પોલીસે સીસીટીવી ફૂટેજ તપાસતા અને આરોપીના નિવેદન શંકાસ્પદ લાગતા સઘન તપાસ કરી સમગ્ર બનાવનો પર્દાફાશ કર્યો હતો અને મિત્રની પૈસાની લેતીદેતીમાં હત્યા કરનાર આરોપીને ઝડપી લઈને કોર્ટમાં રજુ કરતા ૪ દિવસના રિમાન્ડ મંજુર થયા છે

(1:51 PM IST)