News of Tuesday, 30th July 2024
વિસાવદરમાં ફરી મેઘરાજાની પધરામણી : સવારથી છાંટા, બપોરે ૧ર કલાકે ધોધમાર

(યાસીન બ્લોચ દ્વારા) વિસાવદર તા.૩૦ : વિસાવદર પર મેઘરાજા ઓળઘોળ છે..વચ્ચે બે-ચાર દિવસના વિરામ બાદ આજે સવારથી ફરી મેઘરાજાની પધરામણી થઈ છે.
વિસાવદરમાં સવારથી વરસાદ છાંટા સ્વરૂપે વરસી રહ્યો હતો. જે આ લખાઈ રહ્યુ છે ત્યારે બપોરે ૧૨ કલાકે ધોધમાર સ્વરૂપે વરસાદ પડી રહ્યો છે. જો કે, છાંટા અને ઝાપટા સ્વરૂપે વરસાદ વરસી રહ્યો છે. મોસમનો કુલ વરસાદ ૧૫૩૮ મી.મી.નોંધાઈ ચૂકયો છે.
(3:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
