<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 30th July 2024

પરિવારથી દૂર જવાબદારી હોવાથી અને પરિવારને સમય ન આપી શકતા હોવાથી ગુજરાતના ત્રણ જિલ્લા શિક્ષણાધિકારીઓએ વર્ગ એકની બઢતીનો અસ્વીકાર કર્યો : પાછા આચાર્ય તરીકે ચાર્જ સંભાળ્યો

પ્રતિપાલસિંહ ગોહિલને મોડેલ સ્કૂલ માનવડ, નિલેશ રાણીપાને મોડલ સ્કૂલ વાંકાનેર અને ભરતકુમાર વિડજાને મોડેલ સ્કૂલ મોટીબરાર તા. માળીયામાં આચાર્ય તરીકે નિમણૂક અપાઈ

(કૌશલ સવજાણી દ્વારા)ખંભાળિયા તા.૩૦ : પરિવારથી દૂર જવાબદારી હોવાથી અને પરિવારને સમય ન આપી શકતા હોવાથી ગુજરાતના ત્રણ જિલ્લા શિક્ષણાધિકારીઓએ વર્ગ એકની બઢતીનો અસ્વીકાર કરી અને ફરી પાછા આચાર્યમાં ગયા છે.

        જેથી કરીને શિક્ષણ વિભાગ ગાંધીનગર દ્વારા ખાસ હુકમ કરી અને ત્રણ જિલ્લા શિક્ષણ અધિકારીઓ પ્રતિપાલસિંહ ગોહિલ જિલ્લા શિક્ષણ અધિકારી બોટાદ નિલેશ રાણીપા જિલ્લા શિક્ષણ અધિકારી રાજકોટ તથા ભરતભાઈ વીડજા જિલ્લા શિક્ષણ અધિકારી જામનગર આ ત્રણેય વ્યક્તિઓને તેમણે બઢતીનો અસ્વીકાર કરેલો હોય પ્રતિપાલસિંહ ગોહિલને મોડેલ સ્કૂલ માનવડમાં આચાર્ય તરીકે નિલેશ રાણીપાને મોડલ સ્કૂલ વાંકાનેરમાં આચાર્ય તરીકે અને ભરતકુમાર વિડજાને મોડેલ સ્કૂલ મોટીબરાર તાલુકો માળીયામાં આચાર્ય તરીકે નિમણૂક આપવામાં આવી છે.

        જાણવા મળતી વિગત પ્રમાણે આ ત્રણેય જિલ્લા શિક્ષણાધિકારીઓ તેમના કુટુંબથી દૂર હોય અને ફેમિલીને સમય ન આપી શકતા હોય વર્ગ-૨ માંથી વર્ગ એકની બઢતી મળી હોવા છતાં બઢતીનો અસ્વીકાર કરતા જિલ્લા શિક્ષણાધિકારીમાંથી તેમને ફરી પાછા આચાર્ય તરીકે મુકવા હુકમ કરવામાં આવ્યો છે તથા તેમનો  બઢતી હુકમ રદ કરવામાં આવ્યો છે રાજ્યના શિક્ષણ વિભાગમાં ભારે ચર્ચા જગાડનાર આ વર્ગ એકની બઢતી અસ્વીકાર ભારે ચર્ચા પાત્ર પણ બન્યું છે.

(3:35 PM IST)