<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 30th July 2024

જામનગર જિલ્લાનો ઉંડ-૧ ડેમ ૧૦૦ ટકા ભરાયો

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.૩૦: મામલતદાર તથા તાલુકા વિકાસ અધિકારી, જામનગર ગ્રામ્‍ય/ધ્રોલ/જોડિયાને ઉડ -૧ ડેમ ૧૦૦ ટકા  ભરાયેલ હોય નીચાણવાળા તમાતણ, રોજીયા, રવાણી ખીજડીયા, ખંભાલીડા, ધ્રાંગડા, સણોસરા, વિરાણી ખીજડીયા, જાળીયા દેવાણી, માનસર, હમાપર, સોયલ, નથુવડલા, માવાપર, વાંકીયા, લખતર ગામના લોકોને નદીના પટમાં અવર જવર નહિ કરવા અને માલ-મિલ્‍કતને સલામત સ્‍થળે ખસેડી લઇ જવા તથા તકેદારી રાખવા તેમજ જો કોઈ બનાવ બને તો તાત્‍કાલિક જિલ્લા કંટ્રોલ રૂમ ખાતે માહિતી મોકલી આપવા વિનંતી કરી છે.

(4:26 PM IST)