<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 30th July 2024

જામનગરમાં જુગાર રમતા ૭ આરોપીઓને રૂ.૨,૮૮,૫૦૦ ના મુદામાલ સાથે પકડી પાડતી જામનગર - એલ.સી.બી.

-સરદાર પટેલ આવાસના ફ્લેટમાં દરોડો પાડીને જુગાર રમતા ઝડપી લેવાયા

જામનગર :પોલીસ મહાનિરીક્ષક રાજકોટ વિભાગ રાજકોટ,અશોકકુમાર સાહેબ (IPS) નાઓએ પ્રોહીબીશન તથા જુગાર ધારા હેઠળના કેસો શોધી કાઢવા જણાવેલ હોય, જેથી જામનગર જીલ્લાના પોલીસ અધીક્ષક પ્રેમસુખ ડેલૂ (IPS) નાઓએ જામનગર જીલ્લા માથી દારૂ જુગારની બદીને નેસ્ત નાબુદ કરવા પ્રોહીબીશન તથા જુગાર ધારાના કેસો શોધી કાઢવા સુચના કરતા એલ.સી.બી. ના પોલીસ ઇન્સ. વી.એમ.લગારીયા નાઓના માર્ગદર્શન મુજબ એલ.સી.બી. ના પો.સ.ઈ.આર.કે.કરમટા, તથા પો.સ.ઇ.પી.એન. મોરી તથા સ્ટાફના માણસો પ્રોહી જુગારના કેસો શોધી કાઢવા અંગે જામનગર શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા.

   દરમ્યાન એલ.સી.બી. સ્ટાફના હરદીપભાઇ બારડ તથા રૂષિરાજસિંહ વાળાને ખાનગી બાતમી રાહે હકિકત મળેલ કે, જામનગર શહેરમાં રોજી પેટ્રોલપંપ પાસે સરદાર પટેલ આવાસમાં બ્લોક એ-૨,માં ફલેટ નંબર ૧૨૦૩ માં રહેતા રાજેશભાઇ ઉર્ફે રાજુ ભીમશીભાઈ વરૂ પોતાના કબ્જા ભોગવટાના ફલેટમાં બહારથી માણસો એકઠા કરી, ગંજીપતા ના પાના વડે પૈસાની હારજીતનો જુગાર રમી રમાડે છે.તેવી હકિકત આધારે નીચે મુજબના ઇસમોને રોકડ તથા ગંજીપતાના પાના મો.ફોન તથા મો.સા. મળી રૂ. ૨૮૮,૫૦૦ના મુદામાલ સાથે પકડી પાડી આરોપીઓ વિરૂધ્ધ હરદીપભાઇ બારડ એ ફરીયાદ રીપોર્ટ આપતા પો. સબ ઇન્સ.  આર.કે.કરમટા નાઓએ જુગારધારા હેઠળ કાયદેસર ની કાર્યવાહી કરેલ છે.

પકડાયેલ આરોપીઓ (૧) રાજેશભાઇ ઉર્ફે રાજુ ભીમશીભાઇ વરૂ રહે.એરફોસ-રની સામે, સરદાર પટેલ ભવન, ફ્લેટ નંબર ૧૨૦૩ જામનગર મુળ- કૃષ્ણગઢ તા, ભાણવડ જી.દેવભૂમિ દ્રારકા (જુગાર રમાડનાર)(૨) નિતીનભાઈ ધનજીભાઈ ચાવડા રહે. ગોકુલનગર જામનગર મુળ- બેરાજા તા. ખંભાળીયા જી.દેવયુમિ દ્વારકા(3) વિપુલભાઇ શંકરલાલ દામાં રહે. દિ.પ્લોટ-૫૮, ગરબી ચોક, ભાનુપ્રોવિઝન સ્ટોરની બાજુમાં(૪) હમીરભાઈ ગોવાભાઈ ગળા રહે. સિધ્ધીવિનાયક પાર્ક, શેરી નંબર-૧૧, સાધના કોલોની પાછળ, જામનગર(૫) શૈલેષભાઇ મુળજીભાઈ આવેજ પટેલ રહે. સરપદડગામ સમદેવપીર પ્લોટ, તા.પડધરી જી.રાજકોટ
(૬) નિલેશભાઇ ભીખાભાઈ અકબરી રહે, દરેડ તા.જી.જામનગર મુળ-રીનાર તા.કાલાવડ જી.જામનગર(૭) અનિરૂધ્ધભાઇ ગોરધનભાઈ ચોવટીયા રહે, એમ્યુમેન્ટપાર્ક, કિગ્ટલ કોર્નર એપાર્ટમેન્ટ, બ્લોક નંબર ૧૦૧, જામનગર
કબ્જે કરેલ મુદામાલઃ
૧) રોકડ રૂપીયા ૧,૫૨,૫૦૦/-
૨) મોબાઇલ ફોન ૫ કિ.રૂ. ૧૬૦૦૦/-
૩) મોટર સાયકલ-૪ કિ.રૂ. ૧,૨૦,૦૦/-
૪) ગંજીપતાના પાના નંગ-પર કિ.રૂ. 00/00
કુલ મુદામાલ કિ.રૂ. ૨,૮૮,૫૦૦/-
તેમજ રાજેશભાઇ ઉર્ફે રાજુ ભીમશીભાઇ વરૂ રહે…એરફોઈ-ર ની સામે સરદાર પટેલ ભવન ફફ્લેટ-૧૨૦૩ જામનગર વાળાના કબ્જાના ફ્લેટમા ભારતીય બનાવટની ઇંગ્લીશ દારૂ બોટલ- ૧૨ કિ.રૂ. ૪૮૦૦/-નો મુદામાલમળી આવતા મજકુર વિરૂધ્ધ પ્રોહીબીશન હેઠળ કાર્યવાહી કરવામાં આવેલ છે.
આ કાર્યવાહી પે.ઇન્સ.વી.એમ.લગારીયાના માર્ગદર્શન મુજબ પો.સ.ઈ.આર.કે.કરમટા તથા
પો.સ.ઇ.શ્રી પી.એન.મોરી તથા એલ.સી.બી. સ્ટાફના હરપાલસિંહ સોઢા, ભરતભાઇ પટેલ, નાનજીભાઇ પટેલ, શરદભાઇપરમાર દિલીપભાઇ તલવાડીયા વનરાજમાઇ મકવારા, ધાનાભાઇ મોરી, હિતેન્દ્રસિંહ જાડેજા અરજરાભાઇ કોડીયાતર,મયુદીનભાઇ સૈયદ, ક્રિપાલસિંહ જાડેજા, કાસમ બ્લોચ, નિર્મળસિંહ જાડેજા કિશોરભાઇ પરમાર, હરદીપભાઈ બારડ,
રૂષીરાજસિંહ વાળા, મયુરસિંહ પરમાર, કલ્પેશભાઇ મૈયડ, ધમેન્દ્રસિંહ જાડેજા, સુરેશભાઈ માલકીયા, દયારામ ત્રિવેદીબીજલભાઇ બાલાસરા તથા ધમેન્દ્રસિંહ જાડેજા, ભારતીબેન ડાંગર વિગેરે ાર કરવામાં આવેલ છે.

(10:00 PM IST)