News of Tuesday, 30th July 2024
મોરબીના ઘૂટું ગામની સીમમાં હેલીપેડ પાછળથી ૧૦૯ બોટલ દારૂ સાથે બે ઝડપાયા.

( પ્રવીણ વ્યાસ દ્વારા ) મોરબી તાલુકાના ઘૂટું ગામની સીમમાં હેલીપેડ પાછળથી પોલીસે ઈંગ્લીશ દારૂની ૧૦૯ બોટલનો મુદામાલ જપ્ત કરી બે ઇસમોને ઝડપી લઈને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે
મોરબી તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન ઘૂટું ગામે આવેલ હેલીપેડ પાછળ બાવળની કાંટમાં દારૂનો જથ્થો છુપાવી રાખ્યાની બાતમીને આધારે ટીમે રેડ કરી હતી જ્યાં બે ઈસમો ઈંગ્લીશ દારૂની બોટલો સગેવગે કરતા જોવા મળતા પોલીસે સ્થળ પરથી દારૂની બોટલ નંગ ૧૦૯ કીમત રૂ ૩૨,૯૧૫ નો જથ્થો જપ્ત કરી આરોપી પીરાભાઇ જોધાભાઇ બોહરીયા રહે પીપળી રોડ મોરબી મૂળ રહે રાપર અને ભાવેશ ચંદુભાઈ સંધાણી રહે હરિઓમ પાર્ક સોસાયટી ઘૂટું રોડ મોરબી મૂળ રહે ખીરઈ વાળાને ઝડપી લઈને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે
જે કામગીરીમાં તાલુકા પીઆઈ એન આર મકવાણા, પીએસઆઈ એમ બી બગડા, સબળસિંહ સોલંકી, મહાવીરસિંહ પરમાર, વનરાજભાઈ ચાવડા, કેતનભાઈ અજાણા, રમેશભાઈ મુંધવા, ભગીરથભાઈ લોખીલ, પૃથ્વીરાજસિંહ જાડેજા, અર્જુનસિંહ પરમાર, દેવશીભાઈ મોરી, કુલદીપભાઈ કાનગડ, અરવિંદભાઈ મકવાણા, દીપસિંહ ચૌહાણ, યશવંતસિંહ ઝાલા સહિતની ટીમ જોડાયેલ હતી
(11:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
