<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 31st July 2024

મોરબી આવાસ યોજનામાં ફરજમાં બેદરકારી બદલ અધિકારી-પદાધિકારી સામે ગુનો દાખલ કરો.

જીલ્લા કોંગ્રેસ પ્રમુખે મુખ્યમંત્રીને પત્ર લખી રજૂઆત કરી.

( પ્રવીણ વ્યાસ દ્વારા )મોરબી શહેરમાં મુખ્યમંત્રી આવાસ યોજના કામની મુદતમાં વારંવાર વધારો કરી ૧૧ વર્ષ સુધી કામ પૂર્ણ ના થવા દેનાર પાલિકાના અધિકારી અને જે તે સમયના પદાધિકારીઓ સામે ફરજમાં બેદરકારી બદલ ગુનો દાખલ કરવાની માંગ કરવામાં આવી છે

   જીલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોર ચીખલીયાએ મુખ્યમંત્રીને રજૂઆત કરી જણાવ્યું છે કે રાજ્ય સરકાર દ્વારા મધ્યમવર્ગના અને ગરીબ પરિવારોને ઘર મળે તે માટે મુખ્યમંત્રી આવાસ યોજનાના મકાનો બનાવવામાં આવી રહ્યા છે જેમાં મોરબી પાલિકા દ્વારા વર્ષ ૨૦૧૩ માં કુલ ૧૦૦૮ મકાનો બનાવવા અમદાવાદની ક્રિષ્ના કન્સ્ટ્રકશન કંપનીને કોન્ટ્રાકટ આપવામાં આવ્યો હતો લીલાપર રોડ પર જે તે સમયે ૪૦૦ મકાન બનાવ્યા છે જેમાં આજની તારીખે મોટાભાગના ખાલી પડ્યા છે
    બાકીના ૬૦૮ મકાનો બનાવવા મોરબીના બાયપાસ રોડ પર સર્વે નં ૧૪૧૫ માં બનાવવા માટેનું કામ કોન્ટ્રાકટર દ્વારા કરવામાં આવી રહ્યું છે જોકે વર્ષ ૨૦૧૩ માં ૧૧ મહિનાની મુદત સાથે મકાન બનાવવા વર્ક ઓર્ડર આપ્યો હતો પરંતુ વર્ષ ૨૦૨૪ સુધી તે મકાનનું કામ પૂર્ણ થયું નથી બેદરકાર કોન્ટ્રાકટરની સામે આકરા પગલા લઈને બ્લેકલીસ્ટ કરવાને બદલે મોરબી નગરપાલિકાના અધિકારી અને તે સમયના પદાધિકારીઓ દ્વારા વારંવાર કોન્ટ્રાકટરને મુદત વધારો આપવામાં આવ્યો જેને કારણે મકાનનું કામ પૂર્ણ થયું નથી અને લોકોને તેના ઘરના ઘર મળ્યા નથી ૧૧ વર્ષથી પોતાની ફરજમાં બેદરકારી દાખવનાર મોરબી પાલિકાના અધિકારી અને જે તે સમયના પદાધિકારી સામે ફરજમાં બેદરકારીનો રાજકોટ મહાપાલિકામાં જે રીતે અધિકારીઓ સામે ગુનો દાખલ કરાયો તે જ રીતે ગુનો દાખલ કરી સમગ્ર ગુજરાતમાં નમૂનારૂપ કાર્યવાહી કરાય તેવી માંગ કરી છે

(12:03 AM IST)