તા. ૫ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૩ શુક્રવાર
News of Wednesday, 31st July 2024
બજરંગદળ હળવદ પ્રખંડ દ્વારા ત્રિશુલ દીક્ષા સમારોહમાં ૧૬૧૫ બજરંગી યુવાનોને ત્રિશુલ દીક્ષાગ્રહણ
બજરંગદળના રાષ્ટ્રીય સંયોજક નીરજ્જી દોનેરિયા સહિત પૂજ્ય સાધુ સંતોની ખાસ હાજરી

(દીપક જાની દ્વારા) હળવદ,તા.૩૧: હળવદમાં વિશ્વ હિન્દુ પરિષદ - બજરંગદળ હળવદ પ્રખંડ દ્વારા ભવ્ય ત્રિશુલ દિક્ષા સમારોહ નું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ માં હળવદ તાલુકા ના વિવિધ શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારના ૧૬૧૫ બજરંગી યુવાનો એ ત્રિશુલ દીક્ષા ગ્રહણ કરી હતી અને રાષ્ટ્ર રક્ષા , ગૌ રક્ષા ,સ્ત્રી રક્ષા , ધર્મ રક્ષા, આત્મ રક્ષા સહિત લવ જેહાદ અને અન્ય જેહાદથી બચવા સતત કાર્યશીલ રહેવા માટે પ્રતિજ્ઞા લીધી હતી આ કાર્યક્રમમાં રાષ્ટ્રીય સંયોજક બજરંગદળ નીરજજી દોનેરિયા , પ દીપકદાસજી મહારાજ , પ્રભુચરણ મહારાજ , ગુજરાત ક્ષેત્ર સંયોજક ભાવેશભાઈ ઠક્કર , સૌરાષ્ટ્ર પ્રાંત સંયોજક રવિરાજસિંહ જાડેજા , ઉત્તર ગુજરાત પ્રાંત સંયોજક જ્વલિતભાઈ મહેતા તથા સુરેન્દ્રનગર વિભાગ અને જિલ્લા ના વિવિધ પદાધિકારીઓ તેમજ હળવદ ના સામજિક રાજકીય શૈક્ષણિક આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમ પૂર્ણ થયા બાદ શૌર્ય યાત્રા હળવદ ની મુખ્ય બજાર માં નીકળી હતી જેમાં ‘વંદે માતરમ્ - જય શ્રી રામ', ‘જય કારા વીર બજરંગી - હર હર મહાદેવ' અને ‘ભારત માતા કી જય'ના નારા થી હળવદ ની શેરીઓ ગુંજી ઉઠી હતી આ સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ રીતે સંપન્ન થયો હતો
કાર્યક્રમ ને સફળ બનાવવા વિશ્વ હિન્દુ પરિષદ - બજરંગદળ હળવદ પ્રખંડ ના સૌ કાર્યકર્તા મિત્રો એ ભારે જહેમત ઉઠાવી હતી અને પોલીસ વિભાગ અને સરકારી તંત્ર દ્વારા પણ ઉચિત સહયોગ પ્રાપ્ત થયો હતો.
(10:15 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
