News of Wednesday, 31st July 2024
જુનાગઢમાં રાજગોર બ્રાહ્મણ યુવક મંડળ દ્વારા રક્ષાબંધન બળેવના રોજ સમુહ ભોજન
શહેરના ૬૦૦થી વધુ પરિવારો એક સાથે ભોજનપ્રસાદ લેશે આયોજન અંગે તડામાર તૈયારી

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. ૩૧ :.. આગામી તા. ૧૯ ને સોમવારના રોજ રક્ષાબંધન બળેવ પર્વ હોય જેની ઉજવણીના ભાગરૂપે રાજગોર બ્રાહ્મણ યુવક મંડળ દ્વારા પ્રતિ વર્ષની જેમ આ વર્ષે પણ રાજગોર બ્રાહ્મણ વિદ્યાર્થી ભુવન ગાંધીગ્રામ ખાતે બપોરે ૧ર કલાકે સમુહ ભોજનનું આયોજન કરાયું છે. જેમાં શહેરમાં વસતા રાજગોર સમાજના ૬૦૦ થી વધુ પરિવારો એક સાથે ભોજનપ્રસાદ લેશે.
આ પ્રસંગની તૈયારી માટે રાજગોર યુવક મંડળ તથા જ્ઞાતિજનોની એક મીટીંગ બોર્ડીંગ ખાતે મળેલ જેમાં યુવક મંડળના મોભી અશોકભાઇ પંડયા એડવોકેટ શશીકાન્તભાઇ બોરીચાંગર, ચંદુભાઇ તેરૈયા, ચેતન દવે, પરેશ ભરાડ, દેવેન્દ્ર શીલુ, અલ્પેશ જોષી, ભાવેશ બોરીસાગર, જીત તેરૈયા, વિમલ વિકમા સહિતના ઉપસ્થિત રહ્ી અને ચર્ચા વિચારણા કરી અને આગામી દિવસોમાં બધા પરિવારોને વોટસએપ અને મોબાઇલ મારફત કાર્યક્રમ અંગે જાણ કરવામાં આવશે.
તેવી જવાબદારીઓ નકકી કરવામાં આવેલ અને ભોજન અંગે મેનુ પણ નકકી કરવામાં આવેલ અને અત્યારથી જ મીટીંગોનો દોર શરૂ કરાયો છે.
(10:55 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
