<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 31st July 2024

ભાવનગરમાં દંપતીએ લેણદારોના ત્રાસથી સજોડે ઝેરી દવા ગટગટાવી : સારવારમાં

(મેઘના વિપુલ હિરાણી  દ્વારા) ભાવનગર, તા.૩૧: ભાવનગરના વડવા તલાવડી વિસ્‍તારમાં રહેતા દંપતીએ ઝેરી દવા પી લેતા તેમને સારવાર અર્થે સર ટી. હોસ્‍પિટલ ખસેડવામાં આવેલ છે.

આ બનાવ અંગે પ્રાપ્ત વિગત મુજબ ભાવનગરના વડવા તલાવડી વિસ્‍તારમાં રહેતા સુરેશભાઈ ધીરુભાઈ ડાભી ઊં.વ.૪૫ અને તેમના પત્‍ની ભારતીબેન સુરેશભાઈ ડાભી ઊં.વ.૪૦ એ કોઈ કારણોસર ઝેરી દવા પી લેતા બંનેને તાત્‍કાલિક સારવાર અર્થે સર ટી. હોસ્‍પિટલ ખસેડવામાં આવેલ છે.

લેણદારોના ત્રાસથી કંટાળી જઈ દંપતીએ સજોડે દવા પીધી હોવાનું જાણવા મળેલ છે. ઝેરી દવા પીતા પહેલા દંપતીએ ચિઠ્ઠી પણ લખી હોવાનું જાણવા મળેલ છે. આ બનાવવા અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

(10:58 AM IST)