<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 31st July 2024

કચ્‍છના આદિપુરમાં કોલેજીયન યુવતી સાથે બળજબરીથી શરીર સંબંધ બાંધી વારંવાર દુષ્‍કર્મ

(વિનોગ ગાલા દ્વારા) ભુજ, તા.૩૧: કચ્‍છના આદિપુરમાં કોલેજમાં ભણતી ૧૯ વર્ષીય યુવતીની બહેનપણી મારફત સોયબ કાસમ સુમરા સાથે ઓળખાણ થઈ હતી. બાદમાં એ યુવતીના ફોન દ્વારા આરોપી યુવાને ફરિયાદી યુવતી સાથે  વારંવાર ફોન કરી વાતો કરતો હતો. તેમ જ તેને તેમ જ તેની ભાભીને બદનામ કરવાની ધમકી આપી હતી. આમ ફરિયાદી યુવતી સાથે સંપર્ક બાંધી આરોપી યુવાને બળજબરી શરીર સબંધ બાંધી દુષ્‍કર્મ આચર્યું હતું. વારંવાર જુદી જુદી જગ્‍યાએ લઈ જઈ દુષ્‍કર્મ કરી બળજબરી આચરી હતી. તે દરમ્‍યાન ગત ૨૬ જુલાઈના આદિપુર બસ સ્‍ટેશને બળજબરી થી બસમાં બેસાડી તેનો મોબાઈલ ફોન આંચકી અપહરણ કર્યું હતું. અંતે આરોપી સોયબ ના ત્રાસથી કંટાળી ફરિયાદી યુવતીએ પોલીસ ફરિયાદ કરી છે. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

(11:00 AM IST)