<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 31st July 2024

પોરબંદર જિલ્લામાં ભારે વરસાદમાં મગફળીનો પાક સંપૂર્ણ ધોવાય ગયોઃ ૨૦ ટીમો દ્વારા સર્વે કામગીરી

(હેમેન્‍દ્રકુમાર પારેખ દ્વારા) પોરબંદર તા. ૩૧: જિલ્લાના ત્રણેય તાલુકાઓમાં ભારે વરસાદમાં મગફળીનો સંપૂર્ણ પાક ધોવાય ગયો છે. મગફળીના ઉભા પાક ઉપર અઠવાડિયા સુધી ચાલુ રહેલ ભારે વરસાદથી પાણી ફરી વળ્‍યા છે.

જિલ્લામાં ભીમ અગિયારશે મગફળી નું આગોતરા વાવેતર કર્યુ હતું ત્‍યારપછી અતિવૃષ્‍ટિને લીધે ખેતરોમાં પાણી ફરી ગયા છે. ખેતીવાડી અધિકારી એચ.એ.ત્રિવેદીએ જણાવ્‍યું છે કે અનેક ગામોમાં ભારે વરસાદથી ખેતી પાકને નુકસાન થયું છે બરડા પંથક દરિયાઇ પટ્ટી ઉપર મીયાણી ભાવપરા, ટુકડા વિસાવાડા, પાલબડી રાતડી કાંટેલા કુછતમાં મગફળીનો પાક ધોવાય ગયો છે. ૪ હજાર ખેડૂતોની ૪૦ વિધા જમીનમાં મગફળીના ઉભા પાકમાં પાણી ફરી વળ્‍યા છે.

ખેતીવાડી વિભાગની ૨૦ ટીમો દ્વારા પાકને નુકસાનનો સર્વે હાથ ધરાયો છે. ભારે વરસાદથી પાકને નુકસાન માટે ખેડૂતોને વળતર ચુકવવા અગ્રણી રામદેવભાઇ મોઢવાડીયાએ માગણી કરી છે.

(11:07 AM IST)