<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 31st July 2024

ગુજરાતને છેલ્લા ૩ વર્ષમાં વરસાદી પાણીના સંગ્રહ માટે કેન્‍દ્ર સરકારે રૂા. ૪,૩૬૯ કરોડ આપ્‍યા

જળશકિતના રાજ્‍યમંત્રી શ્રી રાજભૂષણ ચૌધરીનો રાજ્‍યસભા સાંસદ પરિમલભાઇ નથવાણીને પ્રત્‍યુત્તર

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર તા. ૩૧ : કેન્‍દ્ર સરકારે છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન વરસાદી પાણીના સંગ્રહ માટે જળશક્‍તિ અભિયાન હેઠળ ગુજરાત રાજ્‍યને કુલ રૂ. ૪,૩૬૯ કરોડ આપ્‍યા છે. અટલ મિશન ફોર રિજુવિનેશન એન્‍ડ અર્બન ટ્રાન્‍સફોર્મેશન (અમળત ૨.૦) હેઠળ ગુજરાત માટે જળાશયોના નવસર્જન માટે રૂ. ૬૫૧ કરોડના ખર્ચે ૧૮૮ પ્રોજેક્‍ટને કેન્‍દ્ર સરકારે મંજૂરી આપી છે. જ્‍યારે વોટરશેડ ડેવલપમેન્‍ટ કમ્‍પોનેન્‍ટ ઓફ પ્રધાનમંત્રી કળષિ સિંચાઈ યોજના હેઠળ, કેન્‍દ્રે છેલ્લા ત્રણેક વર્ષ ઉપરાંતના ગાળામાં ગુજરાત માટે કુલ રૂ. ૨૧૮ કરોડ આપ્‍યા છે. જળશક્‍તિ વિભાગના રાજ્‍યકક્ષાના મંત્રી શ્રી રાજભૂષણ ચૌધરીએ ગત ૨૯ જુલાઈ, ૨૦૨૪ના રોજ રાજ્‍યસભાના સાંસદ પરિમલભાઇ નથવાણીના એક પ્રશ્નના જવાબમાં ગળહમાં આ માહિતી આપી હતી.

જળશક્‍તિ રાજ્‍યમંત્રીએ એ પણ ઉલ્લેખ કર્યો હતો કે, જળશક્‍તિ અભિયાનઃ કેચ ધ રેઈન પ્રોગ્રામ હેઠળ ગુજરાતમાં ૨,૮૫૫ જળ સંચય અને વરસાદી પાણીના સંગ્રહના કામો પૂર્ણ થઈ ચૂકયા છે, તેમજ ૩,૩૦૫ પરંપરાગત જળાશયોનું નવસર્જન કરાયું છે તથા ૬,૦૦૯ પુનઃવપરાશ તથા રિચાર્જ માળખાની સ્‍થાપના કરવા ઉપરાંત વોટરશેડ વિકાસના ૧૫,૮૪૮ કામો પૂર્ણ કરાયા છે.

શ્રી પરિમલ નથવાણી વરસાદી પાણીના સંગ્રહને પ્રોત્‍સાહિત કરવા શહેરી તેમજ ગ્રામિણ સ્‍તરે હાથ ધરાયેલી કામગીરીની વિગતો ઉપરાંત વિવિધ યોજનાઓ હેઠળ કરાયેલી ફંડની ફાળવણી તેમજ વરસાદી પાણીના સંગ્રહને પ્રોત્‍સાહિત કરવા રાજ્‍યોને કોઈ ઈન્‍સેન્‍ટિવ અપાય છે કે કેમ તેની વિગતો જાણવા માગતા હતા.

મંત્રીના નિવેદન મુજબ, વરસાદી પાણીના સંગ્રહ દ્વારા જળસંચય સરકારની સર્વોચ્‍ચ પ્રાથમિકતામાં સામેલ છે. પાણી એ રાજ્‍ય સરકારનો વિષય હોવાથી ટેકનિકલ અને નાણાકીય સહાયતા દ્વારા રાજ્‍યો/ કેન્‍દ્રશાસિત પ્રદેશોના પ્રયાસોને કેન્‍દ્ર સહાયરૂપ થાય છે. અટલ મિશન ફોર રિજુવિનેશન એન્‍ડ અર્બન ટ્રાન્‍સફોર્મેશન (અમળત) અને અમળત ૨.૦ મિશન માટે રૂ. ૭૭,૬૫૦ કરોડના મંજૂર કરાયેલા પ્‍લાનમાંથી રૂ. ૩૯,૦૧૧ કરોડ જેટલી નોંધપાત્ર રકમ પાણી પૂરવઠા સેક્‍ટર માટે ફાળવાઈ છે. અત્‍યારસુધીમાં હાઉસિંગ અને શહેરી બાબતોના મંત્રાલયે આશરે રૂ. ૧,૧૩,૩૫૮.૪૪ કરોડનો ખર્ચ ધરાવતા ૩,૫૪૩ પાણી પૂરવઠા પ્રોજેક્‍ટ્‍સને મંજૂરી આપી દીધી છે. તદુપરાંત, અમળત ૨.૦ હેઠળ પ્‍ંણ્‍શ્‍ખ્‍ દ્વારા રૂ. ૫૪૩૨.૨૧ કરોડના મૂલ્‍યના ૨,૭૧૩ જળાશય નવસર્જન પ્રોજેક્‍ટ્‍સને મંજૂરી આપી દેવાઈ છે

(11:26 AM IST)