<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 31st July 2024

જસદણ હવેલીમાં પુ. ગોસ્‍વામી ૧૦૮ દ્વારકેશલાલજી મહારાજની ઉપસ્‍થિતિમાં રવિવારે ભવ્‍ય હિંડોળા મહોત્‍સવ

બેન્‍ડ વાજા, બગી સાથે વિશાળ સ્‍વાગત શોભાયાત્રા, વચનામૃત, મહાઆરતી સહિતના કાર્યક્રમો

(ધર્મેશ કલ્‍યાણી દ્વારા) જસદણ,તા. ૩૧: પુષ્ટિમાર્ગીય વૈષ્‍ણવ સમાજ ટ્રસ્‍ટ સંચાલિત શ્રીનાથજી હવેલી જસદણના પ્રમુખ કિરીટભાઈ પટેલની યાદીમાં જણાવ્‍યા મુજબ તા.ᅠ૪૮૨૦૨૪ᅠને રવિવારના રોજ વડોદરાના વૈષ્‍ણવચાર્ય ષષ્ઠ પીઠાધીશ્વર પૂ. પા. ગો. ૧૦૮ શ્રી દ્વારકેશલાલજી મહારાજ સૌપ્રથમ વખત જસદણમાં પધારી રહ્યા છે ત્‍યારે આ પ્રસંગે સાંજે ૪-૩૦ કલાકે ડીએસવીકે હાઈસ્‍કૂલ ખાતેથી પૂજય દ્વારકેશલાલજી મહારાજશ્રીની ભવ્‍ય સ્‍વાગત શોભાયાત્રા કલાત્‍મક બગી, બેન્‍ડવાજા, કીર્તન મંડળી, બહેનોની રાસ મંડળી, ૪૧ બાઇક સવારો તથા ઉપરણા ઓઢેલા વૈષ્‍ણવજનો સાથે નીકળશે. આ શોભાયાત્રા હાઈસ્‍કૂલ રોડ, મોતી ચોક, મેઈન બજાર, ટાવર ચોકᅠ છત્રી બજાર થઈને હવેલી ખાતે પહોંચશે. શોભાયાત્રામાં ઠેર ઠેર ગુલાબની પાંદડી થી પુષ્‍પવૃષ્ટિ કરવામાં આવશે.ᅠ શોભાયાત્રામાં જોડાયેલા તમામ વૈષ્‍ણવોને હરભોલે નજીક કોલ્‍ડ્રિંક્‍સ આપવામાં આવશે. શોભાયાત્રા હવેલીએ પહોંચ્‍યા બાદ હવેલી ખાતે પૂજય મહારાજશ્રીનું સ્‍વાગત તથા ૫૫૧ દીવડાથી વૈષ્‍ણવો દ્વારા મહાઆરતી ઉતારવામાં આવશે. ત્‍યારબાદ મનોરથીઓનું સન્‍માન અને પૂજય મહારાજશ્રીના વચનામૃત વગેરે યોજાશે. વચનામૃત પૂર્ણ થયા બાદ હિંડોળા દર્શન દરમિયાન પૂજય મહારાજશ્રી હસ્‍તે ઠાકોરજીની આરતી ઉતારવામાં આવશે ત્‍યારબાદ મહારાજશ્રીના ચરણસ્‍પર્શનો કાર્યક્રમ યોજાશે. ભવ્‍ય ઉત્‍સવના મનોરથી રાજેશભાઈ રાણભાણ મુંબઈ, શશીભાઈ મણિયાર જસદણ,ᅠ ડો. વી.બી. કાસુન્‍દ્રા સાહેબ જસદણ, પરેશભાઈ કે જનાણી રાજકોટ, ચંદ્રકાંતભાઈ બાબરીયા વગેરે આ ઉત્‍સવના મનોરથી છે.ᅠ પુષ્ટિમાર્ગીય વૈષ્‍ણવ હવેલી સંપ્રદાયમાં ખૂબ જ ઊંચું સ્‍થાન ધરાવતા અને લાખો કરોડો વૈષ્‍ણવોના પૂજનીય એવા વૈષ્‍ણવાચાર્યᅠ પૂજય ગો. ૧૦૮ દ્વારકેશલાલજી મહારાજ જસદણમાં સૌપ્રથમ વખત પધારતા હોવાથી જસદણ પંથકના વૈષ્‍ણવોમાં ખૂબ જ ઉત્‍સાહ ફેલાયો છે. શ્રીનાથજી હવેલી જસદણના પ્રમુખ કિરીટભાઈ પટેલ, ઉપપ્રમુખ કમલેશભાઈ ચોલેરા, ઉપપ્રમુખ ચંદ્રકાંતભાઈ બાબરીયા,ᅠ ટ્રસ્‍ટી ભરતભાઈ જનાણી,ᅠ ટ્રસ્‍ટી ભરતભાઈ ધારૈયા, ટ્રસ્‍ટી બટુકભાઈ તન્ના,ᅠ ટ્રસ્‍ટી હસુભાઈ ગાંધી, ટ્રસ્‍ટી અશોકભાઈ મહેતા,ᅠ મંત્રી ધર્મેશભાઈ કલ્‍યાણી, સહમંત્રી નિલેશભાઈ રાઠોડ,ᅠ સહમંત્રી સાગરભાઇ દોશી, ખજાનચી ચંદુભાઈ વડોદરીયા, કિશોરભાઈ ગઢવી સહિતના હોદ્દેદારોએ શોભાયાત્રામાં જોડાવા તેમજ હવેલી ખાતે દર્શનનો લાભ લેવા અનુરોધ કર્યો છે.

(11:35 AM IST)