<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 31st July 2024

પોરબંદરમાં વિદ્યાર્થીનીઓને વિનામુલ્‍યે આપવાની ૧૧પ૦ સાઇકલો કાટ ખાય રહી છે

સંબંધીત વિભાગના જવાબદારે જણાવ્‍યું કે કવોલીટીનું ચેકીંગ બાકી હોય સ્‍વીકારી નથી

(હેમેન્‍દ્રકુમાર પારેખ દ્વારા) પોરબંદર,  તા., ૩૧: સરકારની સરસ્‍વતી સાધના યોજના હેઠળ ધો. ૯ ની વિદ્યાર્થીઓને વિનામુલ્‍યે આપવાની ૧૧પ૦ સાઇકલો કિ. અંદાજે ૪૬ લાખની પોલીટેકનીક પાસે એક બિલ્‍ડીંગના મેદાનમાં વરસાદમાં કાટ ખાય રહી છે.

આ સાયકલોનું લાભાર્થી વિદ્યાર્થીઓને સમયસર વિતરણ કરવાને બદલે ખુલ્લામાં રાખી દેવામાં આવી છે.

સમાજ કલ્‍યાણ હેઠળ વિકસીત જાતી અને અનુસુચીત જાતીની તેમજ અન્‍ય પછાત વર્ગની છાત્રાઓને વિનામુલ્‍યે આ સાઇકલો આપવાની છે. પરંતુ વહીવટી બેદરકારીને લીધે વિદ્યાર્થીઓને સમયસર આપવામાં આવી નથી.

ખુલ્લા મેદાનમાં રાખવામાં આવેલી આ સાઇકલો ઉપર વરસાદ પડતા તમામ સાયકલોમાં કાટ ચઢી ગયો છે. હજુ વધુ સમય આ સાઇકલો મેદાનમાં રાખવામાં આવશે તો આ સાઇકલો ઉપયોગ કરવા જેવી રહેશે નહી.

સંબંધીત વિભાગના જવાબદારે આ કાટ ખાતી સાઇકલો વિશે જણાવેલ કે આ તમમા સાઇકલનું કવોલીટી ચેકીંગ બાકી છે. અને સાઇકલોમાં કવોલીટી ચેકીંગના માર્કા સાથેના સ્‍ટીકર હજુ લગાવ્‍યા નથી. તેથી આ સાઇકલો વિદ્યાર્થીઓને વિતરણ માટે સ્‍વીકારતી નથી.

(12:05 PM IST)