તા. ૧૮ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૯ બુધવાર
News of Wednesday, 31st July 2024
ખીરસરા સ્વામીનારાયણ ગુરૂકુળના સ્વામી ધર્મસ્વરૂપ ગુરૂ નારાયણ સ્વામીની આગોતરા જામીન અરજીના મંજુર
ગુરૂકુળમાં યુવતિ ઉપર વારંવાર દુષ્કર્મ આચરવાના ગુનામાં

(કિશોર રાઠોડ-ધર્મેન્દ્ર બાબરીયા દ્વારા) ધોરાજી,તા.૩૧ : ધોરાજીના એડિશનલ સેશન્સ એન્ડ ડિસ્ટ્રિક્ટ જજ હાજીઅલી હુસેન મોહીબૂલા શૈખે ખીરસરા ગુરુકુળ પ્રકરણના મુખ્ય તહોમતદાર ધર્મ સ્વરૂપ ગુરુ નારાયણ સ્વરૂપ સ્વામી ના આગોતરા જામીન રદ કરેલા હતા.
હાલના કિસ્સામાં તારીખ ૧૪/ ૬/ ૨૦૨૪ ના રોજ ખીરસરા ગુરુકુળના સ્વામી તથા અન્ય મદદગારી કરનાર સામે ભારતીય દંડ સંહિતાની કલમ ૩૭૬ (૨)(એન) વિગેરે મુજબ ગુનો નોંધાયો હતો. ત્યારબાદ પોલીસ તરફથી નોટિસ આપવા છતાં સ્વામી ધર્મ સ્વરૂપદાસ હાજર રહેતા ન હતા. આથી પોલીસે તેમના અલગ અલગ જગ્યાએ જઈ અને તપાસ કરતા તે મળી આવેલ નહીં બાદમાં ધોરાજીના એડિશનલ સેશન્સ એન્ડ ડીસ્ટ્રીક જજ સમક્ષ તેમણે આગોતરા જામીન અરજી દાખલ કરેલી હતી અને આગોતરા જામીન અરજીના સમર્થનમાં સર્વોચ્ચ અદાલતના પ્રમોદ પવાર વિરુદ્ધ સ્ટેટ ઓફ મહારાષ્ટ્ર, સિધ્ધરામ સત્લંગ ગપ્પા વિરુદ્ધ સ્ટેટ, ભદ્રેશ શેઠ વિરુદ્ધ ગુજરાત સરકાર અને અંસાર મોહમ્મદ વિરુદ્ધ સ્ટેટ ઓફ રાજસ્થાનના ચુકાદાઓ મૂકી અને દલીલ કરેલી હતી કે આખી ફરિયાદ ખોટી છે અને ગુરુકુળ નો કબજો લેવા માટેના કાવતરાના ભાગરૂપે કરવામાં આવેલી છે. ધર્મની મર્યાદાથી આ ગુરુકુળમાં મહિલાને કે મહિલાના પડછાયાથી પણ સામે દૂર રહેતા હોય છે. અને દલીલને ખાતર માની લેવામાં આવે તો પણ આ સહમતીથી બંધાયેલ શરીર સંભોગનો કિસ્સો છે. જે કોઈપણ રીતે પ્રથમ દર્શનીય કેસ નથી અને આરોપીના જામીન આપવા પાત્ર કેસ છે.
સરકારી વકીલ કાર્તિકેય પારેખ તરફથી દલીલ કરવામાં આવેલી હતી કે સમગ્ર ફરિયાદને વંચાણે લેતા સ્વામી તરફથી ભોગ બનનારને પોતે પતિ છે તેવો વિશ્વાસ આપી અને એક રાતમાં પાંચ વખત શરીર સંબંધ બાંધેલા છે કાયદેસરના લગ્ન કરેલા નથી તે રીતે જાણતા હોવા છતાં ભોગ બનનારને સાથે શરીર સંબંધ બાંધેલો છે પોલીસ તરફથી ભોગ બનનારે રજૂ કરેલી વીડિયો ક્લિપ જોતા શરીર સંબંધ હોય તે પ્રથમ દર્શનીય રીતે પુરવાર છે અને વિશેષમાં સાધુ તરીકે સમાજ પર એક વિશેષ છાપ હોય છે તેમણે સંસારનો ત્યાગ કર્યો છે તેમ છતાં આવું કળત્ય કરેલું છે આ કિસ્સામાં ભોગ બનનાર માત્ર એક નહીં પરંતુ તેના કારણે સમગ્ર સંપ્રદાયને પણ ભોગવવું પડે તેવી પરિસ્થિતિ આવેલી છે ભોગ બનનારનો મોબાઇલ પણ એફએસએલ કચેરીમાં મોકલવામાં આવેલો છે આ તમામ સંજોગોને ધ્યાનમાં લઇ અને આરોપીને આગોતરા જામીન આપી શકાય નહીં સમાજ પર વિપરીત અસર પડે અને કસ્ટોડિયલ ઇન્ટ્રોગેશન માટે ગુનાના મૂળ સુધી પહોંચવા માટે પણ આરોપીના આગોતરા જામીન રદ થવા જરૂરી છે.
આરોપી તરફથી અરજીમાં પણ પોતાનું સાચું સરનામું જણાવેલ નથી જે સરનાવાઓ જણાવેલ છે તે સરનામે આરોપી હયાત નથી પોલીસ તપાસ કરે છે તો સહકાર આપી રહ્યા નથી. સ્વામીના આ કળતિઓથી ગુરુકુળમાં ભણતા વિદ્યાર્થીઓ ના ભવિષ્યને પણ અસર થઈ છે અને તેનું ભણતર બગડી રહ્યું છે આમ સમાજ પર વિપરીત અસર પડી રહે છે. સંસારનો ત્યાગ કરી અને સંન્યાસ ધારણ કરેલો છે તેમને આ કળત્ય શોભાસ્પદ નથી.
બંને પક્ષની દલીલોને સાંભળી અને ધોરાજીના મહેરબાન એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ હાજીઅલી હુસેન મોહીબુલ્લા સેખ સાહેબે આરોપીના આગોતરા જામીન રદ કરેલા હતા.
સરકાર પક્ષ એ સરકારી વકીલ કાર્તિકય પારેખ રોકાયેલા હતા.
(12:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
