તા. ૭ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૧૧ સોમવાર
News of Wednesday, 31st July 2024
ગોંડલની ગેંગવોરમાં નિર્દોષ મરાયેલ સંજય ભાદાણીની હત્યાના કેસમાં પકડાયેલા આરોપીઓનો નિર્દોષ છુટકારો

ગોંડલ,તા.૩૧ : આઠેક વર્ષ પહેલા ગોંડલનાં બે માથાભારે શખ્શોની ગેંગવોર ચરમસીમાએ હતી જેમાં ઈમરાન કરીમભાઈ કટારીયા(ખાટકી) અને સામે પક્ષે નીખીલ દોંગા ની ગેંગ હતી. બંને વચ્ચે ધંધાકિય મનદુઃખ થતા નીખીલ દોંગાની ગેંગ દ્વારા ઈમરાન ઉર્ફે ઈમ્તિયાઝ ઉપર જાનલેવા હુમલો કરવામાં આવેલો અને પગ માં ફાઈરીંગ કરી મારી નાખવાનો પ્રયત્ન કરેલો જેના બદલાનાં ભાગ રૂપે સામે પક્ષે ઈમરાન આણી મંડળી દ્રારા વળતો હુમલો કરવામાં આવેલો અને જેતપુર રોડ ત્રીકોણીયા પાસે ગંભીર -કારનાં હથિયારો ધારણ કરી અંદાજે ૨૭થી વધુ લોકો દ્વાારા આંતક મચાવવામાં આવલો અને બાપા પાનની દુકાન પાસે બેઠેલા વ્યકતિ એ ભાગવા જતા આરોપીઓ એ તેને નિખીલ દોંગા ગેંગનો માણસ સમજી તેની પાછળ દોડેલ અને સ્ટાર કોમ્પલેક્ષનાં પાછળનાં ભાગે તલવાર-ધોકા જેવા હથિયારોથી હુમલો કરી સંજય મનસુખભાઈ ભાદાણી શાકભાજીનાં વેપારી ને પછાડી દઈ તેનાં ઉપર માથાનાં ભાગે પોઈટ બ્લેકરેંજથી તમંચા જેવા હથીયારથી ફાઈરીંગ કરી જીવલેણ ઈજા કરતા સંજય ભાદાણીનું ઘટના સ્થળે જ મળત્યુ થયેલ હતું.
આમ એક અજાણ્યા નિર્દોષ વ્યક્તિ નું ખુન થઈ ગયેલ જેથી આ બનાવ હિંદુ-મુસ્લીમ ગેંગ વોરનો હોય ગોંડલ નું વાતાવરણ એકદમ તંગ થઈ જવા પામેલ અને મળતક ની લાશ નહી સંભાળવાં સામે પક્ષે નિર્ણય લેવાયેલ જેથી જીલ્લા પોલીસ વડા પરિસ્થીતિ પારખી જતા ગોંડલ શહેરનાં પો.ઈન્સ. ચોધરીનાં દ્રારા ઈ.પી.કો. કલમ-૩૦૨ વિ. નો ગુન્હો દાખલ કરાવી આંગળ ની તપાસ સંભાળેલ અને બાદમાં આ કામની તપાસ ઈન્ચા.પી.આઈ.શ્રી ઉનડકટ લોકલ ક્રાઈમબ્રાંચ-રાજકોટ રૂરલ નાં એ સંભાળી કુલ-૨૭ જેટલાં આરોપીઓને દેશીતમંચા, તલવાર, ધોકા, પાઈપ, તથા વાહનો સાથે ધરપકડ કરેલ હતી અને પુરતો પુરાવો એકત્રીત કરી નામ.કોર્ટમાં ચાર્જશિટ દાખલ કરેલ હતું.
આ કેસ અત્રેની ગોંડલની એડી. ડીસ્ટ્રી. જજ એમ.એ.ભટ્ટી સાહેબની અદાલતમાં ચાલવાં ઉપર આવેલ અને આરોપીઓ પક્ષે ગોડલનાં જાણીતા એડવોકેટ નરેન્દ્રસિંહ ઝાલા રોકાયેલ હતાં અને તેઓએ સદર કેસમાં સબ પરિક્ષણ કરનાર તબીબની બેદરકારી સાબીત કરવાં હયુમન(માનવ) ખોપડી દ્વારા કોર્ટમાં ડેમોસ્ટ્રેશન કરાવેલ હતું તેમજ તબીબની બેદરકારી રેકર્ડ ઉપર લાવવા તથા તપાસ કરનાર એજન્સી દ્રારા મહત્વની પાયાની ભુલો બનાવ સ્થળ ઉપર પોલીસની ગેરહાજરી, આરોપીનાં ફાયરીંગ પછી હેનવોસ, પી.એમ.કરવાનું સ્થળ, આરોપીની ગેરકાયદેસરની અટક તેમજ નજરે જોનાર સાહેદોનો પુરાવો અવિશ્વનીય હોય તેમજ બનાવનાં સીસીટીવી ફુટેજનો-પુરાવો વીઝીબલ ન હોય તેવુ રેકોર્ડ ઉપર લાવેલ જે તમામ પુરાવાઓને લક્ષ્માં લઈને આરોપી નં.૧ અકરમ કરીમ કટારીયાને શંકાનો લાભ આપેલ તેમજ બાકીનાં ઈમરાન કરીમભાઈ વિ.૨૬ જણાને ઈ.પી.કો. કલમ-૩૦૨, ૩૦૭,૫૦૬(૨), ૧૨૦(બી) ૩૪,૧૪૭, ૧૪૮, ૧૪૯, આર્મ્સ એકટની કલમ-૨૫(૧-બી)એ, ૨૭,૨૯, ૧૧૪,૨૦૧,૨૧૨, મુજબનો શિક્ષાપાત્ર ગુન્હામાંથી નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ અત્રેની એડી.ડીસ્ટ્રી કોર્ટ દ્રારા કરેલ છે.
નરેન્દ્રસિંહ ઝાલા
એડવોકેટ
(12:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
