News of Wednesday, 31st July 2024
જામનગરમાં બર્ધનચોક સિંધી ક્લોથ માર્કેટમાં ભગવાનની છબીનું ખંડન : સજજડ બંધ પાળીને વિરોધ નોંધાવ્યો

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૩૧: શહેરની બર્ધનચોક સિંધી ક્લોથ માર્કેટ માં આવત્તી સમગ્ર જિલ્લાની જનતા માટે રાખવામાં આવેલ પાણીના પરબ નજીક ઇષ્ટદેવ ભગવાન ઝુલેલાલની છબીમાં રાત્રે રોજીંદા સમયાંતર મુજબ વેપાર ધંધા કરી ઘરે ગયા બાદ ૩૦ જુલાઈના સવારે માર્કેટના વેપારીઓ દ્વારા પોતાના રોજગાર ધંધે આવતા આ કિસ્સો પ્રકાશમાં આવતા સમગ્ર સિંધી ક્લોથ માર્કેટ સહિત સિંધી સમાજની લાગણી દુભાતા ભારે રોષ જોવા મળ્યો હતો.
બપોર બાદ આ બનાવ ને લઇ ઉગ્ર વિરોધ સાથે ઓચિંતા દુકાનો બંધ પાળીને રેલી સ્વરૂપે જિલ્લા પોલીસ અધિક્ષક કચેરીએ વેપારીઓ પહોંચ્યા હતા અને આ કાવતરું કરનારા તત્વો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માંગ કરાઇ છે.
આ ઘટનાને લઇ સમગ્ર સિંધી સમાજમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે હાલ માં ગત ૧૬ જુલાઈ થી જ ઇષ્ટદેવ ભગવાન શ્રી ઝુલેલાલજીના પવિત્ર ચાલિહા મહોત્સવ ૪૦ દિનના અનુષ્ઠાનના આસ્થાના દિવસો ચાલી રહ્યા છે. આ દિવસો દરમ્યાન જ અનેક આસ્થાઓ સાથે અનેરી ધાર્મિક ભાવનાઓને આ પવિત્ર દિવસો માં જોડાયેલી હોય છે. તેવામાં ધાર્મિક લાગણી દુભાવવા ના સામે આવેલા આ કિસ્સાથી સિંધી સમાજ માં રોષ જોવા મળ્યો છે. અને ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચી છે. પ્રસાશન અને પોલીસ તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરી આવા તત્વોનું સરાજાહેર સરઘસ કાઢી કાયદાનું ભાન કરાવી દાખલો બેસાડવાની માગ ઉંઠી છે.(તસ્વીર- કિંજલ કારસરીયાઃ જામનગર)
(1:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
