<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 31st July 2024

અમરેલી જિલ્લા કોંગ્રેસ માઈનોરેટી ડિપાર્ટમેન્‍ટના ચેરમેન તરીકે જમાલભાઈ સરવૈયાની વરણી

(ઇકબાલ ગોરી દ્વારા) સાવરકુંડલા, તા., ૩૧: ઓલ ઈન્‍ડિયા કોંગ્રેસ માઈનોરેટી ડિપાર્ટમેન્‍ટના ચેરમેન અને રાજ્‍ય સભાના સાંસદ ઇમરાન પ્રતાપગઢીની સૂચનાથી ગુજરાત પ્રદેશ કોંંગ્રેસ સમિતિ ના પ્રમુખ શક્‍તિસિંહ ગોહિલ ની ભલામણ થી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ માઈનોરેટી ડિપાર્ટમેન્‍ટના ચેરમેન વજીરખાન પઠાણે અમરેલી જિલ્લા કોંંગ્રેસ માઈનોરેટી ડિપાર્ટમેન્‍ટના ચેરમેન તરીકે જમાલભાઈ પીરાભાઈ સરવૈયાની નિયુક્‍તિ કરવામાં આવી છે.

જમાલભાઈ સરવૈયા નાની ઉંમરથી સંઘર્ષમય જીવનની શરૂઆત કરતાની સાથે ધાચી જમાતના પ્રમુખ તેમજ બગસરા માર્કેટીંગ યાર્ડમાં સતત ૨૦ વર્ષ થી ચૂંટાઈ છે જેમાં બગસરા માર્કેટીંગ યાર્ડમાં વાઇસ ચેરમેન તરીકે તેમજ બગસરા ચેમ્‍બર ઓફ કોમર્સમાં સતત બે ટ્રર્મ તેમજ બગસરા નગર પાલિકા માં સતત પાંચ મી વખત ચૂંટાઈ ને હાલ બગસરા નગર પાલિકા ના વિરોધ પક્ષ ના નેતા તરીકે તેમાં અમરેલી જિલ્લા કોંંગ્રેસ સમિતિના મહામંત્રી તરીકે વિગેરે સેવાકીય અને વિવિધ રાજકીય ક્ષેત્રે સંકળાઈને ખૂબ જ ખંત પૂર્વક એવા ઓ બજાવી છે અને બજાવતા આવે છે  આ જમાલભાઈ સરવૈયા ની વરણીને ગુજરાત પ્રદેશ કોંંગ્રેસ મહિલા પ્રમુખ જેનીબેન ઠુમ્‍મર માજી સાંસદ વિરજીભાઈ ઠુમ્‍મર ગુજરાત વિધાનસભા વિરોધ પક્ષના પૂર્વ નેતા પરેશભાઈ ધાનાણી. અમરેલી જિલ્લા કોંંગ્રેસ પ્રમુખ અને પૂર્વ ધારાસભ્‍ય પ્રતાપભાઈ દુધાત જિલ્લાના અગ્રણી રફીકભાઈ મોગલ ગુજરાત પ્રદેશ કોંંગ્રેસ માઈનોરેટી ડિપાર્ટમેન્‍ટના મહામંત્રી ઈકબાલ ગોરી,  જિલ્લાના અગ્રણી મુજફફર હુસૈન સૈયદ અબબુલભાઈ સેલોત વિગેરે કોંંગ્રેસી આગેવાનોએ આવકારી અભિનંદન પાઠવેલ હતા.

(1:56 PM IST)