તા. ૧૮ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૯ બુધવાર
News of Wednesday, 31st July 2024
ધ્રોલના લતીપર ગામે ઇલેકટ્રીક શોક લાગતા યુવાનુ મૃત્યુ

(સંજય ડાંગર દ્વારા)ધ્રોલ તા.૩૧ : ધ્રોલ તાલુકાના લતીપર ગામે સુનિલ હંસરાજભાઈ જાટ્ટ (ઉં ૨૦ )તેમના ઘરના ફળિયામાં છોટા હાથીમાં રાખેલ ફ્રીજ બંધ કરવા જતા ફ્રીજના બોર્ડમાં વાયર તુટેલ હોય તેને અડી જતા તેમને ઈલેક્ટ્રીક શોક લાગતા તેઓને તાત્કાલિક સારવાર માટે ધ્રોલ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડ્યા ફરજ પર ના ડોક્ટરે મૃત્યુ થયાનુ જાહેર કર્યુ છે. આ બનાવને લઈ વિકાસભાઈ રામલાલભાઈ જાટ્ટએ પોલીસમાં જાણ કરી હતી. ધ્રોલ પોલીસના.એસ.આઈ એચ.વી. જાડેજાએ વધુ તપાસ હાથ ધરી છે
(3:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
