News of Friday, 2nd August 2024
કચ્છના વેપારીએ રાજકોટના વેપારી સામે કરી ૩.૩૦ લાખની વિશ્વાસઘાતની ફરિયાદ
ઇન્ડીયા માર્ટની સાઈટ ઉપર ઓનલાઈન સર્ચ કરી રાજકોટ રૂપિયા મોકલ્યા પણ માલ ન મોકલ્યો

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૨: કચ્છના ભચાઉમાં શક્તિ એન્ટરપ્રાઇઝ નામની વ્યાપારી પેઢી ચલાવતા મુકુંદ ભરતભાઈ જોશીએ રાજકોટની ત્રિવેદી કંપનીના માલિક પરેશ ત્રિવેદી વિરૂદ્ધ રૂ. ૩.૩૦ લાખની ઠગાઈની પોલીસ ફરિયાદ લખાવી છે. જે અનુસાર જીઆઈ એંગલ મંગાવવા માટે ગુગલ ઉપર ઇન્ડીયા માર્ટ ની વેબ સાઈટ ઉપર સર્ચ કરતા રાજકોટની ત્રિવેદી કંપનીના પરેશ ત્રિવેદીનો સંપર્ક કરી ૧૦ ટન નો.ઓર્ડર આપ્યો હતો.
૧ મે ૨૦૨૪ ના તેમણે સંપર્ક કર્યા બાદ રૂ ૭.૨૦ લાખ સામે ૩.૩૦ લાખ ઓન લાઇન મોકલી બાકી રૂ. માલ મોકલે ત્યારે મોકલવાનું નક્કી કરાયું હતું. જોકે, રાજકોટની પેઢીએ તેમને માલ ન મળ્યો તેમ જ રૂપિયા પણ ન મોકલ્યા. માત્ર વાયદા અને ખોટા મેસેજ જ કર્યા. અંતે તેમણે વિશ્વાસઘાતની પોલીસ ફરિયાદ નોંધાવી છે.
(10:12 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
