<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 2nd August 2024

હળવદમાં જન્‍માષ્‍ટમી શોભાયાત્રાની ઉજવણી તૈયારીઓનો પ્રારંભઃ કાર્યાલય ખુલ્લુ મુકાયું

(દીપક જાની દ્વારા)હળવદ,તા.૨: વિશ્વ હિન્‍દુ પરિષદ પ્રેરિત જન્‍માષ્ટમી મહોત્‍સવ સમિતિ હળવદની બેઠક બ્રાહ્મણની ભોજન શાળા ખાતે મળી હતી જેમાં ૧૧૦થી વધુ કાર્યકર્તા ઉપસ્‍થિતિ રહ્યા હતા. બેઠકમાં જન્‍માષ્ટમી મહોત્‍સવ સમિતિના અધ્‍યક્ષ તરીકે ડો. મિલનભાઈ માલમપરાની સર્વાનું મતે વરણી કરવામાં આવી હતી. આ તકે મહંત દીપક દાસજી મહારાજ , પ્રભુચરણ દાસજી મહારાજ , બજરંગદળ ક્ષેત્ર સંયોજક ભાવેશભાઈ ઠક્કર, ચેમ્‍બર ઓફ કોમર્સ ના પ્રમુખ ઘનશ્‍યામભાઈ દવે, મોરબી જિલ્લા સરકારી વકીલ વિજયભાઈ જાની, હાસ્‍ય કલાકાર હકાભા ગઢવી, વિહીપના હળવદ પ્રખંડ પ્રમુખ ઇશ્વરભાઇ દલવાડી, મોરબી જિલ્લા ભાજપના યુવા યુવા મોરચાના મહામંત્રી તપનભાઈ દવે ઉપસ્‍થિત રહ્યા હતા. આ ઉપરાંત વિવિધ સમિતિની રચના પણ કરવામાં આવી હતી. અને જન્‍માષ્ટમીની શોભાયાત્રા ભવ્‍યાતિભવ્‍ય રીતે ઉજવાય એ માટે વિવિધ સૂચનો પર વિચાર વિમર્શ કરવા મા આવ્‍યો હતો. કાર્યક્રમનું સંચાલન કિરણ પંડ્‍યાએ કર્યું હતું.

શોભાયાત્રાનું કાર્યાલય શિવાલિક શોપિંગ, નગર પાલિકા પાછળ ખાતે કાર્યરત રહેશે.

(10:12 AM IST)