News of Friday, 2nd August 2024
સાળંગપુર શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાને ફળનો અન્નકૂટ ધરાવાયો

રાજકોટ તા.૨ : વડતાલધામ દ્વિશતાબ્દી મહોત્સવના ઉપલક્ષમાં શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી શ્રી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શન આજે શણગાર આરતી પૂજારી સ્વામી દ્વારા કરવામાં આવેલ.
સવારે હનુમાનજીદાદાને સફરજન,કેળા,અનાનસ, મોસંબી,નારંગી વિગેરે ફળનો અન્નકૂટ ધરાવવામાં આવ્યા હતો તથા હજારો ભક્તોએ આ અનેરા દર્શનનૉ લાભ લઈ ધન્યતાનો અનુભવ કરેલ..
"શ્રદ્ધા કા દૂસરા નામ શ્રી સાળંગપુરધામ".
(10:19 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
