News of Friday, 2nd August 2024
જેતપુરમાં વરસાદી વાતાવરણને કારણે મેઇન હાઇ-વે ઉપર ગાયોનો જમાવડો
અકસ્માત સર્જાય તે પહેલા તંત્ર કામગીરી કરે તેવી માંગ

(કેતન ઓઝા દ્વારા) જેતપુર તા. ર :.. શહેરમાં રસ્તે રખડતા પશુઓનો ત્રાસ બેફામ હોય હાઇ-વે ઉપર ગાય-બળદો રસ્તો રોકી ટોળામાં બેસી જાય છે. જેના કારણે વાહન પસાર થવુ મુશ્કેલ બની જાય છે. કોઇ વખત તો બળદો બાધતા હોય ત્યારે પસાર થતાં લોકોનું જોખમ વધી જાય છે.
બે દિવસ પહેલા જ ધોરાજી રોડ પરથી સીનીયર સીટીઝન પસાર થતા હતા ત્યારે તેને હડફેટે લે તે પહેલા સાવચેતી રાખતા અકસ્માત સર્જાતા રહી ગયો હતો. શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી વાતાવરણને કારણે પશુઓ મેઇન રોડ પર જ બેસી જતા હોય પાલીકા દ્વારા કાર્યવાહી કરી પશુઓને પકડી પાંજરાપોળ ખાતે મોકલી દેવામાં આવે તેવી માંગ ઉઠી છે.
(10:32 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
