<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 2nd August 2024

ગડુ પાસે ‘હિટ એન્‍ડ રન': બાઇકની ઠોકરે સાઇકલસ્‍વાર દેવાભાઇનું મોત

વિસણવેલથી ગડુ ખેત મજૂરીએ જતાં હતાં ત્‍યારે બનાવઃ બાઇક ચાલક વૃધ્‍ધને ૧૦૮માં ચડાવી ભાગી ગયોઃ રાજકોટમાં દમ તોડયો

રાજકોટ તા. ૨: ચોરવાડ નજીકના ગડુ શેરબાગ નજીક હિટ એન્‍ડ રનની ઘટનામાં માળીયા હાટીના તાબેના વિસણવેલ ગામના સાયકલસ્‍વાર વૃધ્‍ધનું મોત થયું છે. મજૂરીએ જઇ રહેલા આ વૃધ્‍ધને બાઇકનો ચાલક ઠોકરે લઇ ભાગી જતાં તેમણે રાજકોટમાં દમ તોડયો હતો.

જાણવા મળ્‍યા મુજબ વિસણવેલ ગામે રહેતાં દેવાભાઇ રામાભાઇ ચોૈહાણ (ઉ.વ.૬૦) ગઇકાલે સવારે સાઇકલ હંકારી પોતાના ગામથી ગડુ ગામે આવેલી વાડીએ ખેત મજૂરી માટે જઇ રહ્યા હતાં ત્‍યારે ગડુના હનુમાનજીના મંદિર પાસે એક બાઇક ચાલકે ઠોકરે ચડાવતાં ફંગોળાઇ જતાં ગંભીર ઇજા થઇ હતી. તેમને સારવાર માટે ચોરવાડ, જુનાગઢ લઇ જવાયા હતાં અને ત્‍યાંથી વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. અહિ દમ તોડી દેતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો.

મૃત્‍યુ પામનાર દેવાભાઇ બે બહેન અને ત્રણ ભાઇમાં મોટા હતાં. સંતાનમાં બે પુત્રી અને એક પુત્ર છે. સગાના કહેવા મુજબ બાઇક ચાલકે અકસ્‍માત સર્જ્‍યા બાદ દેવાભાઇને એમ્‍બ્‍યુલન્‍સમાં ચડાવ્‍યા હતાં અને બાદમાં ભાગી ગયો હતો. રાજકોટ હોસ્‍પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, કેતનભાઇ નિકોલા, ભાવેશભાઇ, તોૈફિકભાઇ, ધર્મેન્‍દ્રભાઇ, પદુભાએ ચોરવાડ પોલીસને જાણ કરતાં વધુ તપાસ થઇ રહી છે .

(11:01 AM IST)