<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 2nd August 2024

વીરગતિ પામેલ આર્મીના જવાન ઉસ્‍માનગની અન્‍સારીની રાષ્‍ટ્રીય સન્‍માન સાથે ભાવનગરમાં દફનવિધિ

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા. ૨ : ભારતીય નેવીમાં જોડાયેલો અનેક ગોવામાં મડગામ ખાતે સ્‍વિમિંગની ટ્રેનીંગ મેળવી રહેલો ભાવનગરનો જવાન વીરગતિ પામતા તેમના પાર્થિવ દેહને હવાઈ માર્ગે અમદાવાદ લવાયા બાદ મોટર માર્ગે ભાવનગર લવાયો હતો. ભાવનગરમાં રાષ્‍ટ્રીય સન્‍માન સાથે તેની દફનવિધિ કરાઈ હતી.

ભાવનગરના કુંભારવાડા ભાનુબેનની વાડી વિસ્‍તારમાં રહેતા ઉસ્‍માનગની અહેસાનભાઈ અન્‍સારી ઉ.વ.૨૨ નું ગોવાના મડગામ ખાતે ઇન્‍ડિયન નેવીની સ્‍વિમિંગ ટ્રેનીંગ દરમિયાન અકસ્‍માતે મળત્‍યુ થયું હતું. આમ નેવીનો જવાન ટ્રેનિંગ દરમિયાન જ વીરગતિ પામ્‍યો હતો. વીરગતિ પામેલા જવાના પાર્ટી દેહને ગોવાથી હવાઈ માર્ગે અમદાવાદ લાવ્‍યા બાદ રોડ માર્ગે ભાવનગર લવાયો હતો. આજે સવારે સૈન્‍યના અધિકારીઓની ઉપસ્‍થિતિમાં પાર્થિવ દેહને તિરંગામાં લપેટી રાષ્‍ટ્રીય સન્‍માન અને ગાર્ડ ઓફ ઓનર આપી જવાન  ની દફનવિધિ કરાઈ હતી. વીરગતિ પામેલ જવાનના એક વર્ષ પહેલા જ લગ્ન થયા હતા. છેલ્લે બકરી ઈદની રજામાં તે ભાવનગર આવ્‍યો હતો. આ બનાવતી પરિવારજનોમાં શોકની લાગણી ફેલાઈ જવા પામી છે.

(11:10 AM IST)