<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 2nd August 2024

વાંકાનેર ચેમ્‍બર ઓફ કોમર્સના પ્રમુખ પ્રજ્ઞેશભાઇ પટેલના જન્‍મદિવસે પંચવિધ સેવાકીય કાર્યક્રમો

વાંકાનેરઃ ચેમ્‍બર ઓફ કોમર્સના પ્રમુખ અને વાંકાનેરના યુવા ઉદ્યોગપતિ પ્રજ્ઞેશભાઇ પટેલના જન્‍મદિવસની પ્રેરણાદાયી પંચવિધ સેવાકીય પ્રવૃતિઓ સાથે ઉજવણી કરાઇ હતી જેમાં બ્‍લડ ડોનેશન કેમ્‍પ, વૃક્ષારોપણ કાર્યક્રમ, કર્મચારીઓને અંત્‍યોદય શ્રમિક સુરક્ષા યોજના હેઠળ વિમાનો લાભ, શાકભાજી બિયારણ વિતરણ તથા મનોદિવ્‍યાંગ બાળકોને મિષ્‍ટ ભોજન સહિતના કાર્યક્રમ યોજાયા હતા. આમ પ્રજ્ઞેશભાઇ પટેલે પોતાને જન્‍મદિવસની ઉજવણી પંચવિધ સેવાકીય પ્રવૃતિઓ સાથે કરીને સમાજને નવો રાહ ચીંધ્‍યો છે. જન્‍મદિવસે નિમિતે યોજાયેલ પંચવિધ કાર્યક્રમોમાં વાંકાનેર વિસ્‍તારના સંતો-મહંતો, સમાજના શ્રેષ્‍ઠીઓ, સામાજિક તથા રાજકીય અગ્રણીઓ, વેપારીઓ તથા પ્રજાજનો ઉપસ્‍થિત રહી પ્રજ્ઞેશભાઇ પટેલને જન્‍મદિવસની શુભકામનાઓ પાઠવી હતી. (તસ્‍વીર-અહેવાલઃ લિતેશ ચંદારાણા -વાંકાનેર)

(11:23 AM IST)