<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 2nd August 2024

સોૈરાષ્‍ટ્ર-કચ્‍છમાં પવનનું જોર વધ્‍યુઃ વરસાદનું ઘટયું: ઝાપટા યથાવત

વાદળછાંયા વાતાવરણ વચ્‍ચે હળવો-ભારે વરસતો વરસાદઃ સર્વત્ર મિશ્ર હવામાન

રાજકોટ તા.રઃ સોૈરાષ્‍ટ્ર-કચ્‍છમાં પવનનું જોર વધ્‍યુ છે અને વરસાદનું જોર ઘટયું છે. આવા વાતાવરણ વચ્‍ચે હળવા-ભારે ઝાપટા વરસી જાય છે.

જામનગર

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગરઃ જામનગર, જોડીયા, લાલપુરમાં ગઇકાલે ઝાપટારૂપે વરસાદ પડયો હતો. કાલાવાડના  નવાગામમાં પોણો ઇંચ વરસાદ વરસ્‍યો હતો. જયારે વસઇ, લાખાબાવળ, ફલ્લા, મોટી ભલસાણ, અલીયાબાડા, દરેડ, બાલંભા, વાંસજાળીયા, ધુનડા, ભણગોર, મોડપરમાં ઝાપટા પડયા છે.

બાજરા સંશોધન કેન્‍દ્ર-જામનગર તરફથી મળેલ તાપમાનની વિગત જોઇએ તો લઘુતમ તાપમાન ૨૬.૮, મહતમ તાપમાન ૩૦.૯, ભેજનું પ્રમાણ ૯૨%, પવનની ગતિ ૧૨.૩ કિ.મી. રહી હતી.

ગીર સોમનાથ

(દિપક કક્કડ દ્વારા) વેરાવળઃ ગીરગઢડા, તાલાલા, પાટણ- વેરાવળ, સુત્રાપાડા, કોડીનાર, ઉનામાં ઝાપટા વરસ્‍યા છે.

દેવભુમિ દ્વારકા

(કોૈશલ સવજાણી દ્વારા) ખંભાળીયાઃ દેવભુમિ દ્વારકા જીલ્લાના દ્વારકા અને કલ્‍યાણપુર તાલુકામાં આજે સવારે ઝાપટા પડયા હતા જયારે ગઇકાલે દ્વારકા અને ભાણવડમાં ઝાપટા પડયા હતા.

(11:59 AM IST)