<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 2nd August 2024

જૂનાગઢ જિલ્લાના ૫ પીએસઆઇનું પ્રમોશન

જૂનાગઢના સંજયદાન ગઢવી, ભરત ચાવડા, જયોત્‍સના દેસાઇ, ચેતક બારોટ, જ્‍યોતિ વસાવાને બઢતી મળી

(વિનુ જોશી દ્વારા) જૂનાગઢ તા. ૨ : ગુજરાત રાજ્‍યનાં પોલીસ વડા વિકાસ સહાયએ રાજ્‍ય પોલીસ દળમાં ફરજ બજાવતા વર્ગ ૩નાં ૨૩૩ પોલીસ સબ ઇન્‍સ્‍પેક્‍ટર (બિન હથિયારી)ને પોલીસ ઇન્‍સ્‍પેક્‍ટર (બિન હથિયારી) વર્ગ ૩ની બઢતીના ઓર્ડર જારી કર્યા હતા. આ પોલીસ સબ ઇન્‍સ્‍પેક્‍ટરોને સુપ્રીમ કોર્ટમાં પડતર સ્‍પેશિયલ લીવ ટુ અપીલમાં આવનાર આખરી ચુકાદાને આધીન રહેવાની શરતે પોલીસ ઇન્‍સ્‍પેક્‍ટરની બઢતી આપવામાં આવી છે. જેના પરિણામે બઢતી પામેલ પીએસઆઇને પીઆઇનો રૂપિયા ૪૪, ૯૦૦-૧,૪૨,૪૦૦  સંવર્ગમાં પગાર મળશે. જૂનાગઢ જિલ્લાનાં પીએસઆઇ સંજયદાન અશોકભાઈ ગઢવી, ચેતક યોગેશકુમાર બારોટ, ભરત કાંતિભાઈ ચાવડા, જ્‍યોતિબેન ઝીણાભાઈ વસાવા અને જ્‍યોત્‍સનાબેન દિનેશભાઈ દેસાઈને પોલીસ ઇન્‍સ્‍પેક્‍ટરનું પ્રમોશન આપવામાં આવ્‍યું છે.

(12:00 PM IST)