News of Friday, 2nd August 2024
પોરબંદરઃ ઇજાગ્રસ્તોના જીવ બચાવનાર વિનુભાઇ નું કલેકટરના હસ્તે સન્માન

પોરબંદરઃ તા. ૨:અકસ્માત ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવારમાટે તાત્કાલિક ૧૦૮એમ્બ્યુલસ બોલાવી ને જીવ બચાવનાર કલર કારીગર વિનુભાઇ જાદવભાઇ ચૌહાણનું કલેકટરે સન્માન કરવામાં આવ્યું હતું
કલર કારીગર વિનુભાઇ જાદવભાઇ ચૌહાણ રહે. પોરબંદર દ્રારકા હાઇવે ત્રણ માઇલ નજીક ન્યું ચામુંડા હોટલમાં ં કલર કામ કરતા હતા.તે દરમ્યાન સાંજના છ વાગ્યાના અરસામાં રોડ પરથી વાહન અથડાવાનો અવાજ આવતા વિનુભાઇ તથા તેમની સાથેના લોકો તુરંત જ રોડ પર ગયા હતા. રોડ પર જોતા બે બાઈક વચ્ચે અકસ્માત થયો હતો. રોડ ઉપર ચાર વ્યક્તિ હોય, જમા માલદેભાઇ બેભાન હાલતશ્ર્ાં હતા. બે વ્યક્તિને સામાન્ય ઇજા થઇ માલદેભાઇના પત્નીને કોઇ ઇજા થયેલ ન હોય, જેથી વિનુભાઇ ચૌહાણએ તાત્કાલિક પળનો પણ વિલંબ કર્યા વગર તુરંત જ ૧૦૮ ઈમરજન્સી એમ્બ્યુલન્સને કોલ કર્યો હતો.
થોડીવાર પછી ૧૦૮ એમ્બ્યુલન્સ આવી જતા માલદેભાઇ ગીગાભાઇ કેશવાલા ઉવ.૬૦ રહે.વિસાવાડા માલીબેન મ્ુંજાભાઇ ઓડેદરા ઉવ.૪૫ રહે.બોરીચા ,વિક્રમ્ પરબતભાઇ કુછડીયા ઉવ.૩૫ રહે. કુછડીને ભાવસિંહજી હોસ્પિટલ પોરબંદર ખાતે તાત્કાલિક સારવાર અર્થ મોકલી આપ્યા હતા. જેમા માલદેભાઇની સ્થિતિ ગંભીર હોય વિનુભાઈ જાદવભાઈ ચૌહાણએ તાત્કાલિક સારવારમાં મોકલી આપી માલદેભાઈનુ અમૂલ્ય જીવન બચાવી ઉમદા કાર્ય કર્યું હતું. જેથી સરકારશ્રીની ગુડ સમરીટન યોજના અંતર્ગત વિનુભાઈને કલેકટર શ્રી કે.ડી.લાખાણી તથા પોરબંદરના પોલીસ અધિક્ષક શ્રી ભગીરથસિંહ જાડેજા દ્રારા પ્રમાણ પત્ર એનાયત કરી બિરદાવવામાં આવ્યા હતા. રોડ સેફ્ટી મિટિંગ વિનુભાઈ નું પ્રમાણપત્ર આપીને સન્માન કરવામાં આવ્યું હતું.ે સરકારશ્રીની ગુડ સમરીટન યોજના અંતર્ગત માર્ગ અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલ વ્યકિતઓને પ્રથમ કલાક (ગોલ્ડન અવર)ની અંદર હોસ્પિટલ/ટ્રોમા કેર સેન્ટરમા સારવારમાટે પહોચાડવામાં મદદરૂપ થનાર વ્યકિત એટલે ગુડ સમરીટનને રોકડ પુરસ્કાર તથા પ્રશંસાપત્ર આપવામા આવે છે.
(12:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
