News of Friday, 2nd August 2024
પોરબંદરના લોકમેળાના સ્ટોલ રાખવાનું મોંઘુ : અપસેટ પ્રાઇઝ ડબલ

(હેમેન્દ્રકુમાર પારેખ દ્વારા) પોરબંદર, તા. ર : જન્માષ્ટમી લોકમેળામાં ગત વર્ષ કરતા સ્ટોલની સંખ્યામાં રપ ટકાનો ઘટાડો કરીને બાકીના સ્ટોલ ચકરડીઓની હરરાજીની અપસેટ પ્રાઇઝ ડબલ કરવામાં આવતા ઉપરાંત જીએસટી થી સ્ટોલ રાખવા ઇચ્છનારાઓને મેળામાં સ્ટોલ લેવાનું મોંઘુ પડશે.
આ વર્ષે સ્ટોલ અને રાઇડસ માટે ડ્રો ને બદલે હરરાજી પધ્ધતિ અપનાવવામાં આવી છે. લોકમેળામાં મોંઘા ભાવે સ્ટોલ લેનારા પોતાના વેચાણ વસ્તુઓના ભાવ પણ ડબલ કરી શકે છે ત્યારે આમ જનતા માટે લોકમેળો લુંટ મેળો બન્ને નહીં તે માટે કલેકટર -પ્રાંત અધિકારી પગલા લ્યે તેવી માંગણી ઉઠી છે.
(12:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
